________________
૧૧૩
ઉત્તર—ઉપરોક્ત ગ્રંથમાં જણાવે છે કે જે લૌકિક પડિત છે, તે સંસારી જીવને સંસાર થકી છોડવી માક્ષે જવા ન દે, શા માટે જે એના સમજવામાં એમ છે કે આપણો વાડો તૂટી જાય અને આપણા મતની માન વૃદ્ધિ ન થાય અને સર્વે આત્મ જ્ઞાની થઇ જાય તે વારે આપણા મત કેમ ચાલે માટે હરેક રીતે આપણાં વાડામાંથી નીકળવા દેવા નહિ, જેમ મેહ રાજાને કોઈ જીવ-સદ્ગુરૂ મળે તેવારે મહા સંતાપ થાય જે આપણુ નાટક તૂટી જશે. એમ જાણી ઘણો શેચમાં પડે છે. તેમ લૌકિક પડિત છે, તે પણ કોઇ જીવ આત્મજ્ઞાન પામ્યાની ખબર સાંભળે તેવારે તેના જીવને કેવુ થાય છે કે જેમ કોઇ ઘરમાંથી અત્યંત વલ્લભ વસ્તુનો નાશ થાય તેનું જેટલું દુઃખ વેદે તેથી અનંતગણું દુઃખ વેદે છે. તે માટે એ લોકિક પડિત કહીએ, ને લૌકિક પંડિત એ વાડાના-મતના ચલાવનારા તેના થકી જ્ઞાન મા ઘણું! દૂર છે. તે થકી કોઇ જીવ ધરમ પામી શકે નહિ.
તથા લોકોત્તર પડિત તે તે ( પોતે આત્મ સ્વરૂપના જાણનારા ( અને બીજા જીવોને એક આત્મ સ્વરૂપનું એળખાણુ કરાવે અને ધર્મ પમાડી મેક્ષે પહોંચાડે. ( ઇતિ—જ્ઞાનપ્રકાશ પ્રકરણ સંગ્રહ-જ્ઞાન ભૂષણ' વાકય'. )
પ્રશ્ન ૩૯ મુ’—વર્તમાનકાળના પડિતાનું સ્વરૂપ કેવા પ્રકારનુ છે ? તે જણાવશે ?
ઉત્તર---વર્તમાનકાળે, દુનિયામાં કહેવાતા પડતા માત્ર વાકયા તુરીથી લોકોનુ મન રંજન કરવા અને લોકો પાસે પેાતાને વાહવાહન પાકાર પડાવવા શાસ્ત્ર અને ધર્મ વિરૂદ્ધ વાતો કરી દુનિયાને ગમતા બેધ આપનારા અર્થાત્ 'સારસુધારાના એધ આપવાથી પેાતાનું સર્વસ્વ માનનારા, અને એમ પણ ખુલ્લી રીતે બોલનારા કે સંસારસુધારવાની ધર્મગુરૂને જરૂર છે. વગેરે વાતાથી તથા ભાષણોથી સ'તોષ માનનારા એવા પતિ નામ ધરાવનારા એટલું પણ જાણતા નથી કે પારકું આંગણુ વાળી સુધારતાં પોતાના ઘરમાં રજ ભરાય છે. જે ઉપદેશ સાધુને દેવા ઘટે નહિ તેવા ઉપદેશ અથવા સાવદ્ય ઉપદેશ અથવા સૂત્ર વિરૂદ્ધ ઉપદેશ કરવાથી પોતાના આત્મ ક રજે મલીન થાય છે, તેની દરકાર નહિ રાખનારા માટે મહા પુરૂષાના સિદ્ધાંતા ' એ નામના પુસ્તકમાં · ક ' ના પાને પહેલે કહ્યુ છે કે
*
*
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org