________________
૧૧૨
ઉત્તર–સૂયગડાંગસૂત્ર શ્રત સ્કંધ પહેલે–અધ્યયન ૧૪મે–ગાથા ૧૩મીમાં પંડિત નીચે પ્રમાણે કહ્યા છે.
से कोविए जिणवयणेण पत्था, सरोदए पासति चक्खुणे वा.
તેજ શિષ્ય ગુરૂકુલ વાસે વસતે થકે જીન વચન થકી સમસ્ત સ્વાર્થ વિચાર સમજીને પંડિત થાય. જેમ સૂર્યોદય થકી નિર્મળા નેત્ર વાળે પુરૂષ સર્વ માર્ગને જાણે તેમ સુશિષ્ય પણ હૃદયરૂપ નેત્રે કરી આગમ રુપ સૂર્ય પ્રકાશિત થવાથી નિર્મળ ધર્મરૂ૫ માગને જાણે (એ પંડિત હેય.)
અહિં પંડિતનું સ્વરૂપ સૂત્રમાં ઉપર પ્રમાણે કહેલ છે. પરંતુ વ્યાકરણ જાણીને પંડિત થવા કહ્યું નથી.
તેમજ વળી–શ્રી સૂયગડાંગજીની વૃત્તિમાં શ્રી શીલંગાચાર્યજીએ પંડિતનું લક્ષણ બતાવ્યું છે. કે-“પાપકીન તિ વેહતા"પંડિત હોય તે પાપ થકી ડરેજ. એટલે પાપ થકી કરે તેજ પંડિત કહેવાય. ઇત્યર્થ:
પ્રશ્ન ૩૭ મું—પંડિતનું સ્વરૂપ અને તેની ઓળખાણ શી ?
ઉત્તર–પિતાંબરી હુકમ મુનિકૃત “જ્ઞાન પ્રકાશ પ્રકરણ સંગ્રહ” ગ્રંથમાં પાને ૨૯૦ માં–જ્ઞાન ભૂષણમાં કહ્યું છે કે– i
पाषाणेषु यथा हेम, दुग्धमध्ये यथा घृतं ; तिलमध्ये यथा तैल, देहमध्ये यथा सिवं ॥१॥ काष्टमध्ये यथा वह्नी, शक्तिरुपेण तिष्टति ;
अयमात्मा शरीरेषु, जो जानाति सःपन्डितः ॥२॥ પાને ર૯૧ મે—પંડિત સ્વરૂપ કહે છે. આ શરીરને વિષે પરમાત્મા સ્વરૂપ છે તેને જે ઓળખે છે. તે જ પંડિત છે. તે આત્મ સ્વરૂપ જાણ્યા વિના જે કઈ બીજા ભણી ગણી પંડિત નામ ધરાવે છે. તે લૌકિક પંડિતછે, પણ લકત્તર પંડિત તે આવી રીતે આત્મ સ્વરૂપનું જેને જાણપણું થયું તેને લેકર પંડિત કહીયે. તે સ્વરૂપ જણાવે છે, જેમ પાષાણને વિષે હેમ-સનું, દુધમાં વૃત, તલમાં તેલ, કાષ્ટ્રમાં અગ્નિ રહેલ છે તેમ આ શરીર મધ્યે શિવ સ્વરૂપી–સિદ્ધ સમાન પિતાના આત્માને જાણે તેને જ પંડિત કહીએ.
પ્રશ્ન ૩૮ મું– શિષ્ય વાક્ય-વૌકિક પંડિતને લકત્તર પંડિતમાં શું ફરક હશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org