________________
પ્રશ્ન ૨૦ મું–કઈ કહે કે એ વાત બધી ઠીક છે, પણ પૂર્વાચા વ્યાકરણદિ તમામ શાસ્ત્રના પારગામી બહુધા હતા, તે પછી આપણને ભણવામાં શું હરત છે ?
ઉત્તર-પૂર્વાચાર્યોનું સંસ્કૃત જ્ઞાન હતું તેના કારણે જુદાં હતાં તે આગળ જાણવામાં આવશે. અત્યારે આપણી માતૃભાષા તે સૂત્ર જ્ઞાન છે તેને બાજુ પર રાખી જૈન મુનિઓને માટે વ્યાકરણાદિ ભણવાની ખાસ જરૂરીયાત બતાવવા હિમાયત ધરાવશું તે શાસ્ત્રમાં કહેલા વ્યાકરણને લગતા દાખલાના શાસ્ત્રો પણ જેનશાસ્ત્રમાં સૂત્ર પ્રમાણે હેવાં જોઈએ; એટલે વ્યાકરણ વગેરે તમામ સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવવાનાં સાધને (પુસ્તકો) પણ જૈનધર્મની શૈલિનાંજ હોવા જોઈએ. તે તે અત્યારે કઈ ઠેકાણે જોવામાં આવતાં નથી. અને જે જોવામાં આવે છે તે તે બ્રાહ્મણમતનાં શાસ્ત્ર બ્રાહ્મણના આચાર્યના બનાવેલાં જોવામાં આવે છે તે તે પહેલા જૈનના સાધુઓ કયાંથી વ્યાકરણાદિનું જ્ઞાન મેળવતા હશે? તે પણ વિચારવા જેવું છે.
પ્રશ્ન ૨૧ મું-વૈયાકરણીય-એમાં શું વિચારવા જેવું છે ? પૂર્વે હેમાચાર્યનું કરેલું હૈમવ્યાકરણ તથા હેમી નામ માળા વગેરે સંસ્કૃતના ગ્રંથ જૈનાચાર્યનાં બનાવેલા ઘણાએ છે.
ઉત્તર–શૈદ્ધાંતિક-હેમાચાર્યને થયાને કાળ તે લગભગ સાત વર્ષના અનુમાન ગણાય છે, અને વ્યાકરણાદિકના જ્ઞાનવાળા આચાર્યો તે તે પહેલાંના છે. એ ઉપરથી એમ પણ જણાય છે કે-કાંતે જૈનશાસ્ત્ર પ્રમાણે તેવાં શાસ્ત્ર જૈન મતનાં હોવાં જોઈએ, અને કોને દીક્ષિત થયા પહેલાંના વ્યાકરણના ભણેલા હોવા જોઈએ પણ બહુ વિચાર કરતાં એમ જણાય છે કે જે વ્યાકરણના ભણેલા હતા તે ઘણે દરજે બ્રાહ્મણ જ હતા; એટલે તેઓ પ્રથમ બ્રાહ્મણપણામાં તેમના મતનાં શાસ્ત્ર ભણી પછી જૈનાચાર્યના બોધથી તે સાધુ થયેલા અને પછી વ્યાકરણાદિ શાસ્ત્રોની પ્રવૃત્તિ વધારે ચાલતી હોય એમ જણાય છે પણ મૂળમાં જૈન સિદ્ધાંત સિવાય જૈનના મુનિઓને બીજું જ્ઞાન મેળવવા આવશ્યકતા જણાતી નથી.
પ્રશ્ન રર મું–કઈ કહે કે-એવો કઈ સબળ દાખલે છે કે— પૂર્વાચાર્યોને જૈન સિદ્ધાંત સિવાયની ભાષા સંસ્કૃતાદિ જ્ઞાન મેળવવાની જરૂરીઆત જણાતી ન હતી ?
ઉત્તર-પૂર્વના જૈનાચાર્યના બનાવેલા ઘણા ગ્રે માગધી ભાષાના યા પ્રાકૃત ભાષાને વિશેષ જોવામાં આવે છે તેથી તેવા ગ્રંથ વિશેષ ખાત્રીજ આપે છે કે દાકાળે જનના સાધુને વ્યાકરણાદિ બ્રાહ્મણીયું જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org