________________
ઉત્તર–શૈદ્ધાંતિક-જૈન સિદ્ધાંતને અર્થ વૈયાકરણીયજ કરી શકે એમ કદી બનવા સંભવ નથી. છતાં કોઈ એવું અભિમાન ધરાવતું હોય કે ગમે તે જૈન સિદ્ધાંતને પાઠ હોય તેને વ્યાકરણ ભણેલે યથાર્થ અર્થ કરી શકે. તેના માટે એટલું જ કહેવાનું છે કે-જૈન સિદ્ધાંતને અજાણ, એવા પંકાતા વિદ્વાન સંસ્કૃતના પારગામી પાસે નીચેનાં બે પદને અર્થ કરાવી જેશે. તે તરતજ માલૂમ પડશે કે તે કેવી રીતે અર્થ કરી શકે છે. ?
પ્રશ્ન ૧૦ મું—એવા બે પદ ક્યાં અને કયા સૂત્રનાં છે કે વૈયાકરણીય તેને અર્થ ન કરી શકે છે ?
ઉત્તર–પ્રક્ષકારને ઉપરના લખાણ ઉપર પૂરતું ધ્યાન રાખવાનું છે કે, અહિંયાં જૈનશાસ્ત્રના જાણ એવા વૈયાકરણીયને માટે એ સવાલ નથી, પરંતુ જૈન શાસ્ત્રના અજાણ એવા વૈયાકરણીયને માટે નીચેનાં બે પદને અર્થ કરાવવાનું છે. તે પદ એ છે કે-દશ વૈકાલિક સૂત્રના ૯ માં અધ્યયનના ૩ જા ઉર્દશાની ૧૧ મીગાથાના પહેલા જ બે પદ કે – गुणेहिं साह अगुणेहिं साहू, गिन्हाहि साहू गुणमुच्च साहू
બસ, આ બે પદને અર્થ વૈયાકરણ કરી શકે તે એવું પરિમાણ બંધાય કે જૈન સૂત્રોના અર્થ વ્યાકરણદિ જ્ઞાનવાળા યથાર્થ કરી
આ વિષે આ એકજ દાખલે છે એમ માનવાનું નથી પણ આવા અનેક પાઠ રહ્યા છે કે જૈન સૂત્રોના જાણ અને વ્યાકરણના ભણેલાને પણ ગોથાં ખાવાનો વખત આવે છે.
ઊપરનાં બે પદને અર્થ ટીકાવાળા તથા ભાષ્યવાળા પણું જે જોઈએ તેવો કરી શક્યા નથી. તે પછી જૈનશાસ્ત્રના અજાણ એવા વૈયાકરણીને માટે તે કહેવાનું જ શું ? આ પ્રશ્ન ૧૧ મું—કોઈ એમ કહે કે એવું જેનશાસ્ત્રનું કેવું અઘરૂ જ્ઞાન હશે કે વૈયાકરણ પણ તેને અર્થ ન કરી શકે ?
ઉત્તર-જૈન ધર્મપ્રકાશ” પુસ્તક ૧૫ મું અંક ૩ જ મિતિ ૧૯૫૫ના જ્યેષ્ઠ સુદ ૧૫ પૃષ્ઠ ૪૧ મધ્યે. પન્યાસજી ગંભીરવિજયજીએ પ્રેફેસર જેકોબીના જવાબમાં લખેલ છે કે
પ્રથમ તે જૈનશાસ્ત્રને અર્થ ગુરૂગમ્યને આધીન રહેલ છે તેથી સ્વતંત્રપણે એકલા ન્યાય કે વ્યાકરણના બળથી યથાર્થ કોઇથી બની શકતો નથી એજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org