________________
અસલની જુની-ગુજરાતી પાંચમી પડીમાં-પાને ૧૦૫ મે-પાઠ ૪૪ મે-હિતનાં વચને
- હરિગીત, હિત કહ્યું સૂણે ન કઈ તે, બધિર સરખે ભાણવડ થાય સ્વાધીન ક્રોધને તે, આંધળા સમ માન. ૧ સારૂં જેહ બોલી ન જાણે, ગૂગ સરખો ધાર, સારૂં માઠું નહિ સમજતાને, પશુ સમજી કહાડે. ૨
પ્રશ્ન ૮ મું–કોઈ કહે કે, વ્યાકરણદિશાસ્ત્ર ભણ્યા વિના ભાષા શુદ્ધિ થાય જ નહિ તેનું કેમ ?
ઉત્તર–એમ બોલતા પ્રત્યે કહેવું કે તમારે કહેવા પ્રમાણે વ્યાકરણદિશા ભણ્યા વિના ભાષા શુદ્ધિ થાયજ નહિ તે પછી તેને આત્મકલ્યાણ કે મોક્ષ ફળ તે હોયજ કયાંથી ? એ વાક્ય સૂત્ર સામી નજર કર્યા વિનાનું જણાય છે. કેમકે ભગવતે ઉત્તરાધ્યયનના ૨૪માં અધ્યયનમાં કહ્યું છે કે-પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠનું જ્ઞાન થાય તે પણ તેમાં ૧૨ અંગનું જ્ઞાન તેને સમાવેશ થાય છે, એટલે આઠ પ્રવચન માતામાં તમામ સિદ્ધાંત સમાય છે. અને એ આઠ પ્રવચન માતાને સાચે મને સેવે છે. તેને આરાધે છે, તેને ઉતાવળી મિક્ષ ગતી મળે છે, એમ તીર્થકર મહારાજે કહ્યું છે. આનો પરમાર્થ એ છે કે બીજા શાસ્ત્રો પોતાનો ધર્મ સચવાતાં ભણાય તે ભલે ભણવાં, નહિ તે પૂર્વોકત આઠ પ્રવચનને આરાધજ બસ છે, તેજ મુકિત પદને આપનાર છે.
આ ન્યાય વડે તમારાં કલ્પેલાં વ્યાકરણાદિશાસ્ત્રો નિરર્થક કર્યા.
સૂત્રમાં ઘણે ઠેકાણે સાધુ આર્યાને સામાયિક આદિ અગિયાર અંગ ભણવાના અધિકાર ચાલ્યા છે, પણ વ્યાકરણદિક ભણવા ભણાવવાનું ચાલ્યું નથી. તો પછી તે વ્યાકરણ, કે, શબ્દકોષ, કે, કાવ્ય (પીંગળ) તે તર્ક શાસ વગેરે ભણ્યા વિના તેઓની શબ્દ શુદ્ધિ કે ભાષા શુદ્ધિ કેવી રીતે થઈ હશે ? તેઓ પ્રવચનના આરાધક થઈ ઉત્તમ ગતિને પામ્યાના અધિકાર સૂત્રમાં ખુલ્લા ચાલ્યા છે. માટે શબ્દ શુદ્ધિ તે સમિતિ ગુપ્તિના આરાધકને જ હોય છે.
પ્રશ્ન ૯ મું—-ૌયાકરણીયએ વાત તે ઠીક છે, પણ અમારું કહેવું તે એમ છે કે-વ્યાકરણદિ ભણવાથી શુદ્ધ ઉપદેશ થઈ શકે છે. કેમકે ભાષાજ્ઞાન વિના અર્થનો અનર્થ થઈ જાય એ બનવા જોગ છે. વગેરે વગેરે કેટલાકનું બોલવું થાય છે તે કેમ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org