________________
જૈનશાસ્ત્ર અને અન્ય શાસ્ત્રમાં ઉપર કહેલાં તમારા વાકથી બીજુંજ જેવામાં આવે છે.
પ્રશ્ન દઉં કેઈ કહે કે-અમારા વૈયાકરણ મતના કહેલા લેકના અભિપ્રાયથી બીજા શાસ્ત્રો એથી બીજું શું કહેવા સમર્થ છે ?
ઉત્તર–સાંભળે-જૈન શાસ્ત્રમાં તે ચકખું કહ્યું છે કે-જ્ઞાન વિનાને આંધળો અને ક્રિયા વિનાને પાંગળે. એમ મહા નિશીથ સૂત્ર જણાવે છે તે ગાથા નીચે પ્રમાણે છે.
હતું જ્ઞાન ક્રિયા ને, તે જમાનો ચિ
पासंतो पंगुलो दिट्टो, ध्यायमाणोय अंधली ॥१॥
અર્થ—જ્ઞાનવાન છે અને ક્રિયા નથી તથા કિયાવાન છે અને જ્ઞાન નથી. એટલે જ્ઞાનવાન તે દેખતે છે, પણ કિયા વિનાને પાંગળે છે અને કિયાવાન પગવાળે છે, પણ જ્ઞાન વિનાને આંધળે છે. એટલે જ્ઞાન વિનાને આંધળે અને ક્રિયા વિનાને પાંગળે, એમ જૈનશાસ જણાવે છે.
જૈનશાસ્ત્રના ન્યાય જોતાં ભગવંતના ભાખેલા કૃત જ્ઞાન વડે ઈયા સમિતિ જોયા વિના ચાલનારે આંધળે કહેવાય અને નિગ્રંથ પ્રવચન નહિ સાંભળના બહેરો ગણાય. સૂત્રમાં કહેલી સંયમાદિ કિયા વિનાને પંગુ (પાંગળા) અને નિર્વધ ભાષા નહિ બોલનાર મુંગે ગણાય છે. એ સિદ્ધાંતને ન્યાય છે તે મૂકીને અવળે રસ્તે ચાલવું તે જૈનીનું અનુકરણ નથી.
પ્રશ્ન છ મું—શિષ્ય-ઉપરના અધિકારને લગતા શાસ્ત્રોકત કોઈ બીજા દાખલા છે ? હોય તે બતાવશે.
ઉત્તર-સાંભળે-જૈનધર્મ પ્રકાશ પ્રગટ કર્તા જૈનધર્મ પ્રસારક સભા-ભાવનગર-પુસ્તક ૨૬ મું-અંક ૫ મે -શ્રાવણ ૧૯૯૬ ના અંકમાં લખ્યું છે કે –
શ્રીમત્ ચિદાનંદજીકૃત-પ્રશ્નોત્તર રત્નમાળા. વિવેચન સમેત. (લેખક સન્મિત્ર કે પ્રરવિજ્યજી ) એ નામના લેખમાં-પાને ૧૫૪ મે–પ્રશ્ન ૭૫ મે-કહ્યું છે કે
જે નવિ સુણત સિદ્ધાંત વખાણ, બધિર પુરૂષ જગમેં તે જાણ.
જે સર્વજ્ઞ-વીતરાગ પ્રણીત સિદ્ધાંત વચન શ્રવણે સાંભળતા જ નથી, અથવા સાંભળ્યું તે નહિં સાંભળ્યા જેવું કરે છે. તે બધિર (હેરા) જાણ.
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org