________________
पशु वधा सव्वे वेया., जठं च पावकम्मुणा;
न तं तायंति दुस्सोलं, कम्माणि बलवंतिहं ॥३०॥ ( જ્યારે તમે કહે છે કે અમારા વેદ શાસ્ત્રમાં અશ્વમેઘાદિ યજ્ઞ કરવા કહેલ છે.) તે જૈન શાસ્ત્ર એમ જણાવે છે કે–વેદ પશુ વધ કરી યજ્ઞ કરવાનું કહે છે પણ તે પાપના કારણરૂપ છે; તેઓ દુશીલનું પાપ કર્મ કરનારનું) રક્ષણ કરી શકતા નથી ( હીણાચારી પુરૂષને નકે પડતાં રેકી શકતા નથી, કારણ કે કરેલાં કર્મ અતિ બળવાન છે, (અર્થાત્ કર્મથી બચાવનાર કોઈ નથી. ) (ભાષાન્તર).
પ્રશ્ન ૯૫ મું–આ પ્રમાણે અમારૂં શાસ્ત્ર કાંઈ બતાવે છે ? ઉત્તર–હા, જી, સાંભળોઃ-ભારતના શાંતિ પર્વે કહ્યું છે કે
यदि प्राणि वधे धम्मों (यज्ञो) स्वर्गश्च खलु आयते, संसार मोच कानां तु, कुतः स्वग्गें विध्यासते ॥१॥
[ પુરણ સાર ] જ્યારે પ્રાણીવધ યજ્ઞ કરવાથી ધર્મ થાય છે અને તે યજ્ઞના કરવાવાળા સ્વર્ગે જાય છે તે જે સંસાર થકી મુકત થયેલા તે કયા સ્વર્ગમાં જાય ? પ્રાણી વધના કરવાવાળા જ્યારે સ્વ જાય ત્યારે પ્રાણી વધની હિંસાથી નિવૃત્ત થયેલા વર્ગગામી ત્યાગીએ વળી ક્યા સ્વર્ગે જાય ? તે અહો બંધુઓ વિચાર કરે કે
यूपं कृत्वा पशून हत्वा, कृत्वा रुधीर कर्दम्म ;
यद्येवं गम्यते स्वर्ग, नरके केन् गम्यते ॥१॥ યજ્ઞને વિષે પશુ વધ કરનારા અને રૂધીરનો કર્દમ મચાવનારા એવા જ્યારે સ્વર્ગ જાશે ત્યારે નકે જવાવાળા કોણ ગતવા ? તે માટે શાસ્ત્ર કહે છે કે –
शोणितेनाद्रतं वस्त्रं, शोणिते नैव शुद्धति,
शोणिता दंतु यद्वलं, शुद्धं भवति वारिणा ॥१॥ રૂધીરે ખરડાએલું વસ્ત્ર, રૂધીરના કુંડમાં ધોવાથી શુદ્ધ થાય નહિ. પરંતુ રૂધીરે ખરડાયેલું વસ્ત્ર તે જળ વડેજ પાણીમાં ધોવાથીજ શુદ્ધ થાય છે.
પૂર્વકૃત પાપ કર્મને ટાળવાને માટે મોટું અધર્મ મહા હિંસા કરી આત્માને શુદ્ધ કરવા ધારે તે કેવી રીતે શુદ્ધ થાય ? અર્થાત્ કરી શુદ્ધ ન થાય પણ ઉલટ મહા મલીન થઈ અધગતિને પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org