________________
૭૭
પ્રશ્ન ૮૧ મું-ગંગામાતાને જૈનીઓ કેવા સ્વરૂપે માને છે તે કાંઈ અમે જાણતા નથી, તો તે ખુલ્લા શબ્દોથી જણાવશે કે જૈનીઓ ગંગામાતાને માને છે ખરા.
ઉત્તર–ગંગા માતાને જૈનના સાધુ માતા સમાન માને છે. માતાની પેઠે રક્ષણ કરે છે, પિતાના પગના તળાને જેમ માતાને સ્પર્શ ન થવા દે તેમ ગંગા માતાને પિતાને પગને સ્પર્શ ન થવા દે અર્થાત્ ગંગા સ્વરૂપી જળાશય નદી નાળા પ્રમુખમાં નાઈલાજે પગ મૂકવો પડે. પગનાં તળાને ગંગા સ્વરૂપી જળનો સ્પર્શ થાય તો જનમુનિઓને પ્રાયશ્ચિત લેવું પડે, તેને માટે દિલગીરી જણાવવી પડે, માતાને અપરાધ થયેલની માફી માગવી પડે વગેરે ગંગા માતાનું રક્ષણ કરવા રૂ૫ વ્રત જૈનના સાધુ જે પ્રમાણે પાળે છે તે એક પણ ગગા માતાને પુત્ર બતાવે ? ગંગા માતા ગગા માતા કહીને વૃધ્ધા પિકારનાં પાડવાવાળા તેમાં સ્નાન કરી પવિત્રતા માનવાવાળા ઉલટ ધીંગામસ્તી કરી માતાને લાત પાટુ મારી માતા સાથે બેડા ભરી અનેક પ્રકારે દુખ દેનારાં માતાના અપરાધી થયેલાં કેવી રીતે પવિત્ર થયાં ગણાશે? અર્થાત્ નહિજ ગણાય. પવિત્ર તે રક્ષણ કરે તેજ ગણાય; માટે ગંગા માતાનું રક્ષણ કરવાવાળા જનના સાધુ છે એમ ચેકસ માને.
પ્રશ્ન ૮૨ મું –અમારા શાસ્ત્રમાં તો ગંગાનું સ્નાન કરવાથી આત્મા શુદ્ધ અને પવિત્ર થાય છે. તો તમારે શુદ્ધ-પવિત્ર થવાને કઈ બીજી ગંગા છે?
ઉત્તર–હાજી, સાંભળે–અમારી પવિત્ર અને શુદ્ધ થવાની ગંગા. ગ” નામ જ્ઞાની–પરમબ્રહ્મ-અનંતજ્ઞાની-કેવળીભગવંતનાં મુખમાંથી નિકળેલી “ગા” નામ જ્ઞાન તે જ્ઞાનરૂપી ગંગા, એટલે અનંત જ્ઞાનીના મુખમાંથી નીકળેલી જ્ઞાનરૂપી ગંગામાં સ્નાન કરવાથી સદાય પવિત્ર અને શુદ્ધ થવાય છે તે ગંગામાં જૈનના સાધુ સ્નાન કરી સદાય શુદ્ધ ને પવિત્ર રહે છે.
પ્રશ્ન ૮૩ મું—અમારી તીર્થ પણે મનાતી ગંગા હિમાલયમાંથી નીકળી છે. તમારી ગંગા ક્યા હિમાલયમાંથી નીકળી ?
ઉત્તર–ભાઈ અમારી ગંગા તો મહા હિમાલયમાંથી નીકળી છે. હિમા નામ શીતળતા–શાંત-ક્ષમા, તેનું આલય નામ ઘર એટલે શીતળતા–શાંતતા ક્ષમાનું ઘર અરિહંત ભગવાન છે. ક્ષમામા અરિહંતા અમારી જ્ઞાનગંગા તીર્થકરરૂપ હિમાલયના મુખમાંથી નીકળી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org