________________
+
શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૧ લે. ત્રસ અને સ્થાવર એ ચારને જાણીને પચ્ચક્ખાણ કરે તેનાં સુપચ્ચખાણ અને તે જાણ્યા વિના પચ્ચખાણ કરે તે દુપચ્ચકખાણ તે વ્યવહારિક કિયા કરવાવાળાને વ્યવહારથી ઉપરનું જ્ઞાન તે ઘણે ભાગે હોય છે, પરંતુ સૂત્રમાં અધિકાર જોતાં જે જે પુરૂષોએ સંયમ અંગીકાર કર્યો છે, તેનાં નામ પણ સૂત્રદ્વારા ચાલ્યાં છે, તે સર્વ મુનિઓના અધિકારમાં પ્રથમ જ્ઞાનાભ્યાસ અને પછી તપાદિક ક્રિયાની વાત ચાલી છે. પણ ચારિત્રરૂપ કિયા તે સિદ્ધાંતમાં કહેલા જ્ઞાન અભ્યાસ અગાઉ અંગીકાર કરેલ છે.
પ્રશ્ન ૪.–ત્યારે કઈ કહે કે-તે તે સૂત્રના અભ્યાસરૂપ જ્ઞાનાભ્યાસ ચાલેલ છે. અને તે અભ્યાસ તે અભવી પણ નવમા પૂર્વની ત્રીજી આચાર વત્યુ સુધી કરે છે તે પણ સમક્તિ વિના યા આત્મજ્ઞાન વિના તે જ્ઞાન ફિલીભૂત થતું નથી, માટે આત્મ જ્ઞાન કરવાની જરૂર છે. એટલે સમક્તિ સહિત જ્ઞાન વિનાની ક્રિયા નિરર્થક છે.
ઉત્તર–આ તમારું બેલવું ઠીક છે પણ સમક્તિ અને આત્મ જ્ઞાન તમે કેને કહો છો ? ત્યારે તે લોકે કહે કે પ્રથમ અમે ધ્યાનાભ્યાસ કરતાં ધ્યાન દ્વારા કરી અમને આત્માનું દર્શન થાય છે. તેને અમે સમ્યગુદર્શન કહીએ છીએ, અને તેનું જાણપણું થયું એટલે આત્માને આત્મા જાયે તેજ આત્મ જ્ઞાન. અને બેઉ પદાર્થ મળીને એટલે સમક્તિ અને જ્ઞાનની રમણતામાં રહેવું તેજ અમારે ચારિત્ર.
આમ કેટલાક લોકો વાત કરીને, હંમેશાં જૈન માગનુસાર વર્તતા સામાયિક, પષા, પ્રતિકમણ, વ્રત, નિયમ. પચ્ચખાણાદિક ક્રિયાને વિષે અનુરક્ત એવા પુરૂષને ઉપરોક્ત જ્ઞાનાદિકની વાત કરી ચાલતી ધર્મક્રિયાને તિલાંજલી દેવરાવી, ધર્મ અને કિયા થકી બ્રણ બનાવેલા નજરે દેખીએ છીએ. એટલેથી નહિ અટકતાં કેટલાક ભ્રમિત બનેલા એમ પણ માને છે કે, આ પંચમ કાલમાં કઈ સાધુ છેજ નહિ. તેમ કઈ શ્રાવક પણ છેજ નહિ. આવા દષ્ટિવાળે પિતે પોતાની મેળે આત્મજ્ઞાની યા અધ્યાત્મી એવું નામ ધરાવી એવા પ્રકારને બંધ આપનારા પણ નજરે જઈએ છીએ. અને તેવા બોધ સાંભળવાવાળાના હૃદયમાંથી સામાયિક, પિષા, પ્રતિક્રમણ, વ્રત, પચ્ચક્ખાણાદિ ત્યાગ વૈરાગ્ય, સાધુ તથા શ્રાવકની કરણી કરવાવાળા ખરેખર નાસ્તિક બનેલા જોઈએ છીએ. એટલેથી પણ નહિ અટકતાં વ્રત પચ્ચખાણને કેરે ભૂકેલા એવાઓએ ત્યાગ કરેલી વસ્તુઓને ભેગવતા, ભક્ષ અભક્ષની પણ ગણના નહિ કરતાં રાત્રિ ભેજનાદિક કરવામાં નિઃશંક બનેલા, એવા કાર્યાકાર્યને પણ વિચાર નહિ કરનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org