________________
શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૧ લે.
૩૩
બીજો પુરૂષ ત્યાં બેસે તે તે પણ ભાળે કે કેમ? અથવા આત્મબળ હોય તે બીજે ઠેકાણે ભાળવું જોઈએ તેનું કેમ?
ઉત્તર–અવધિજ્ઞાન ક્ષપશમ ભાવમાં છે, માટે આત્મબળ સમજવું. ક્ષેપશમ વિના જ્ઞાન નથી. તથા પ્રકારને ક્ષયપશમ છે, તેથી તથા પ્રકારે દેખે છે. તે પણ વ્યવહાર નય આશ્રી ક્ષેત્રપળ જોઈએ. પણ નિશ્ચય નયે ક્ષયોપશમ ભાવનું બળવાનપણું છે. માટે આત્મબળ સમજવું.
પ્રશ્ન ૬૩–વિભંગ જ્ઞાનવાળે સાત દ્વીપ ને સાત સમુદ્ર ભાળે, પરંતુ તેના રાગી દેવતાઓ હોય તે અસંખ્યાતા દ્વીપ સમુદ્ર ઉલંઘીને આવે તે વિભંગ જ્ઞાની ઉપદેશકને ઉપદેશ કબૂલ કેમ કરે ?
ઉત્તર–અન્ય ધર્મના બહુ રૂષિમતા છે. કોઈ મતવાળા સાત દ્વિપ ને સાત સમુદ્ર માને છે, કઈ મત પચાસ કોડ પૃથ્વી માને છે અને કોઈ મત અનંત કેટી બ્રહ્માંડ માને છે, એમ અનેક મત મતાંતર હોવાને લીધે એમ જણાય છે કે-અસંખ્યાતા દ્વીપ સમુદ્ર ઉલંઘીને આવવાવાળા દેવતાઓને મત સાત દ્વીપ ને સાત સમુદ્ર માનવાવાળાના પક્ષને ન હોવો જોઈએ.
પ્રશ્ન ૬૪–પરમાવધિજ્ઞાનવાળે પરમાણુ પુદ્ગલ દેખે કે કેમ?
ઉત્તર–કેટલાક કહે છે કે પરમાવધિવાળે છમસ્થ હોય, અને ઠાણાંગ ઠાણે ૫ મે-ઉદેશે કે જે તથા ઠાણે ૬ -ઉ. ૧ લે તથા ભગવતીજીમાં કહ્યું છે કે- છમસ્થ, પરમાણું પુદ્ગલ સર્વ ભાવે જાણે દેખે નહિ. એટલે જ્ઞાનીના કહેવાથી (સૂત્રજ્ઞાનથી) જાણે પણ દેખે નહિ. પરંતુ ભગવતીજીના ૧૮ શતકે ઉદ્દેશ ૮ મે-છદ્મસ્થથી માંડીને અવધિ જ્ઞાન સુધી કહ્યું છે કેપરમાણુ પુદ્ગલ કે જાણે પણ દેખે નહિ અને કઈ જાણે પણ નહિ અને દેખે પણ નહિ, અને પરમવિધિ માટે નીચે પ્રમાણે કહ્યું છે. ___ परमाहोहिएणं भंते मणुस्से परमाणु पोग्गलं जं समयं जाणति तं समय पासति जं समयं पासति तं समयं जाणति? णो तिणहे समटे से केणटेणं भंते एवं बुच्चति परमाहोहिएणं मणुस्से परमाणु पोग्गलं जं समयं जाणइ ना तं समयं पासति जं समयं पासति णो तं समयं जाणति गो. सागारे से णाणे भवति अणागारे से दसणे भवति से तेणंटेणं जाव नो तं समयं जाणति एवं जाव अणंत पदेसिय ।। केवलिणं भंते मणुस्से से जहा परमाहोहिए तहा केवलिवि जाव अणंत पदेसिय'. सेवंभंते २ ति.॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org