________________
શ્રી પ્રશ્રનેત્તર મોહનમાળા-ભાગ ૧ લે.
તિર્યંચ અસંજ્ઞી પંચેંદ્રિય આશ્રી અને ત્રણ અજ્ઞાન (મતિ-શ્રત ને વિભંગ) હોય તે, સંજ્ઞી પંચેદ્રિય મનુષ્ય તિર્યંચ આશ્રી હોય. એ પ્રમાણે કહ્યું છે.
પ્રશ્ન પ૬.–નરકગતિમાં ત્રણ જ્ઞાન કહ્યા તે અહિંથી લઈને જાય કે વાટે વહેતાં પ્રાપ્ત થાય ?
ઉત્તર–કેઈ અહિંથી લઈને જાય, અને કોઈને વાટે વહેતાં એટલે અહિંથી આવ્યા પછી નરકગતિના (વાટે વહેતાના) પહેલા સમય ઉત્પન્ન થાય એટલે કોઈ જીવને અહિંયાં મરવા પહેલાં અવધિ જ્ઞાન પ્રાપ્ત થયું હોય તે સાથે લઈને જાય અને કોઈ જીવ સમકિત છે મતિ શ્રત રાનવાળો છે તે તેને મરીને નરકે જવું છે, તે અહિંથી ચવીને નરક ગતિને પ્રાપ્ત થતાંજ પહેલે સમય અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે વાટે વહેતાં ત્રણ જ્ઞાન કહેવાય.
પ્રશ્ન પ૭.–ડાણાંગ સૂત્રમાં ૫ મે ઠાણે ર જે ૩ જે ઉદ્દેશે કહ્યું છે કે અનંતાનુબંધીની ચોકડીમાં જીવ મરી નરકે જાય. તે અનંતાનુબંધીના ઉદયમાં સમકિત કયાંથી હોય? અને સમકિત હોય નહિ તે ત્રણ જ્ઞાન કેવી રીતે હોય ?
ઉત્તર–અનંતાનુબંધીના ઉદયથી પશમ સમકિતથી પડે એટલે પડતા સમકિતવાળે સાસ્વાદાન સમક્તિને પણ કહેવાય. જ્યાં સુધી સાસ્વા દાન સમક્તિ રહે ત્યાં સુધી ત્રણ જ્ઞાન પણ રહે, એટલે સાસ્વાદાન સમકિતની સ્થિતિ આવલિકા ને છ સમયની છે. અને નરક ગતિને જીવ વાટે વહેતાં એક બે સમય રહે. માટે નરકમાં ઉત્પન્ન થયા પછી સાસ્વાદાન સમકિતની સ્થિતિ પુરી થયે ૩ જ્ઞાનનો નાશ થાય, અને મિથ્યાત્વભાવને પામે. પછી સમતિની પ્રાપ્ત થયે ૩ જ્ઞાન પણ પ્રાપ્ત થવાં હોય તે થાય.
અનંતાનુબંધીની ચેકડીના ઉદયથી સમકિતની હાની થઈ એટલે સમકિતથી પડ્યો પણ સાસ્વાદાન સમકિતને લઈને ત્રણ જ્ઞાન રહ્યાં, અને સાસ્વાદાન સમકિતમાં ૩ જ્ઞાન લાભે એમ પણ કહ્યું છે. એમ કોઈનું કહેવું છે.
અને કોઈ એમ પણ કહે છે કે–મિથ્યાત્વી અને સમકિતીને નરકે જવાવાળાને અનંતાનુબંધીની ચેકડીના ઉદયમાં તફાવત હોય છે. મિથ્યાત્વને તીવ્ર ઉદય હોય છે, અને સમકિતને મંદ ઉદય હોય છે. તેથી મરવા પહેલાં ત્રણ જ્ઞાનવાળાનું જ્ઞાન નાશ થતું નથી. કિંચિત્ સમકિતનું ડેળાપણું થાય ત્રણ તીવ્ર ઉદય નહિ હોવાથી પડવાપણું થતું નથી, અને ૩ જ્ઞાન લઈને પડયાપણું થાય અને ભવ પર્યત ત્રણે જ્ઞાન રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org