________________
શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૧ લો.
૨૭
ચાર ભાંગ આઉખાના બંધ સંબંધી કહ્યા, તેમાં બન્નેને ગત કાળ આશ્રી પૂર્વ ભવે કૃષ્ણ પક્ષી અને મિથ્યાષ્ટિમાંજ બંધ પડેલો સાબીત થાય છે. એ ઉપરથી ભૂમિકા પણ ફરી જાય છે અને જે ભવમાં શુકલ પક્ષી થાય, જે ભવમાં સમકિત પ્રાપ્ત થાય તેજ ભવે કઈ કઈ જીવ મેક્ષ પણ જાય એ વાત ઘણું સૂત્રના ન્યાયથી સાબીત થાય છે.
પ્રશ્ન ૪૯–મેક્ષ પ્રાપ્ત થવાવાળાને લાયક સમકિત હોવું જોઈએ, અને આગળના લખાણમાં એમ આવ્યું છે કે-જે જીવને સાત કર્મની સ્થિતિ અકોડાકોડમાં આવે તે જીવને પ્રથમ ઉપશમ સમતિ થાય તે ઉપશમ સમકિતમાં મરે તે દેવગતિમાંજ જાય પણ મોક્ષ જાય નહિ તેનું કેમ ?
ઉત્તર-તે વાત ઠીક છે, પણ ઉપશમ સમક્તિની સ્થિતિ અંતર્મુહૂર્તની કહી છે. એટલે ઉપશમ સમકિત અંતર્મુહૂર્તમ રહે. પછી કાંતે ક્ષેપિશમ સમકિતમાં જાય કે તે ક્ષાયક સમકિતમાં જાય અને કત પડે કે કાંતે મરે એ ચારમાંથી એક વાત સાબીત થાય. હવે ઉપશમમાંથી ક્ષાયકમાં ગયા અને તેજ ભવે જ્ઞાન દર્શન અને ચારિત્રની ઉત્કૃષ્ટી આરાધના કરે તે તે જીવ. તેજ ભવે મોક્ષ જાય ને નિસંશય છે.
તે પ્રશ્ન પ૦–કેટલાક કહે છે કે જે જીવ કૃષ્ણ પક્ષી ટળી શુકલ પક્ષી થયે તે અર્ધ પુદ્ગલ સંસાર અવશ્ય ભેગવે અર્થાત્ અર્ધ પુદ્ગલ સંસારમાં અવશ્ય રહે એટલે જેને અર્ધ પુગલ કાળ ભેગવ રહ્યો હોય તે જીવ, શુકલ પક્ષી કહેવાય, તેનું કેમ ?
ઉત્તર–એ તે ઉત્કૃષ્ટ કાળની વાત છે, કે જે જીવ શુકલ પક્ષી થયે તેને હવે ઘણામાં ઘણો કાળ સંસારમાં રહેવું હોય તે તે અર્ધ પુદ્ગલ રહે. તે તે સમતિથી પડેલાને માટે એટલે પડવાઈને માટે કહેલ છે. પણ જે ભવે શુકલ પક્ષી થયે તેજ ભવે સમકિતની ઉત્કૃષ્ટી આરાધના કરી શકે તે બંધી શતકમાં શુકલ પક્ષી અને સમકિત દષ્ટિના કહેલા ચોથા ભાંગ પ્રમાણે તેજ ભવે મોક્ષ જાય. અને મધ્યમ આરાધના કરે તે ત્રીજે ભવે અને જઘન્ય આરાધના કરે તે છેવટ પંદર ભવે મોક્ષ જાય. અને પડવાઈ થાય તે છેવટ અર્ધ પુદગલમાં પણ ગમે ત્યારે મેક્ષ જાય. પણ અર્ધ પુદ્ગલ અવશ્ય ભોગવે એમ કહી શકાય નહિ.
પ્રશ્ન ૫૧–અંકોડાકડીનું શી રીતે સમજવું ? અર્ધ પુદ્ગલ અને અંતકડાકડીમાં ઘણો તફાવત છે, તેનું કેમ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org