________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા––ભાગ ૧ લે.
૨૩ પૂર્વાદ્ધ (નવ ભાગમા) પ્રશ્ન કપ–કૃષ્ણપક્ષમાંથી શુકલપશી થવાવાળાને તે વખતે સમકિત હોય કે નહિ?
ઉત્તર–સમક્તિ પ્રાપ્ત થાય તે જ શુકલપક્ષી ગણાય પછી ભલે પડે ને ઉત્કૃષ્ટો અદ્ધપુદ્ગલ સંસારમાં રહે પણ કોઈ કાળે સમકિત પ્રાપ્ત નહિ થયેલું તે પ્રાપ્ત થાય અને શુકલપક્ષી કહેવાય.
પ્રશ્ન ૪૬–પહેલું સમક્તિ પ્રાપ્ત થાય તે જીવ તેજ ભવે મોક્ષજાય ખરો કે કેમ ?
ઉત્તર– કેટલાક એમ કહે છે કે– અશાચા કેવલીએ કેવળજ્ઞાન પ્રાપ્ત પહેલા પૂર્વે કોઈ કાળે કેવલી પરૂપે ધર્મ સાંભળ્યું હતું જ નહિ, છતા અન્ય મતની કરણ કરતા સરલપણાને લઈને વિભગ જ્ઞાન પ્રગટ થયું અને તેથી વીતરાગ ધર્મ વિનાના સારંભી ને સપરિગ્રહી, અને વીતરાગ ધર્મ નિરારંભીને નિષ્પરિગ્રહી ધર્મ દીઠો.તેથી વીતરાગ ધર્મની શ્રદ્ધા થઈ તેથી મિથ્યાત્વમાંથી સમકિત થયું અને વિલંગમાંથી અવધિ થયું તે પણ વૃદ્ધિગામીનું હોવાથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થયુએ અપેક્ષાએ સમકિત પામી તેજ ભવે મોક્ષ જાય. સાખ ભગવતીજીના શતક ૯ મા ઉદેશ ૩૧ માની.
અને બીજો દાખલે, ઊત્તરાધ્યયનના ૨૯ મા અધ્યયનના પહેલા જ બોલને પ્રથમ વરાગ્ય પ્રાપ્ત થવાથી અનુત્તર ધર્મની શ્રદ્ધા થાય. અને તે શ્રદ્ધાથી શીઘ્ર વૈરાગ્ય પામે અને અનંતાનુબંધીની ચેકડીને ખપાવે,મિથ્યાત્વને ટાળી, અતિશય સમકિત નિર્મળ કરી અર્થાત્ લાયક સમકિત પામી કઈ જીવ તેજ ભવે મોક્ષ થાય, અને ત્રીજો ભવ તે ઊલૂધેજ નહિ એમ કહ્યું છે માટે પ્રથમ સમંતિ પામી તેજ ભવે મોક્ષ જાય એમ સંભવે છે.
પ્રથમ ઊપશમ કે ક્ષયે પશમ સમક્તિ પામીને પહેલાને ઉત્કૃષ્ટ અદ્ધ પુગલ પરાવર્તન કાળ કહ્યો છે, તે તેથી ઊપરાંતને સમકિત પામવાને કે પડી ફેર સમકિત પામવાને કાળ નથી. તેથી એમ જણાય છે કે કેઈ જીવ સમક્તિ પામી તેજ ભવે મેક્ષ જાય અને પડે તે અદ્ધપુગલમાં પણ સામગ્રી મળે મેક્ષ જાય. ભગવતીજીના ૨૬ મા શતકના ૬-૭ માં ઊદેશમાં પાંચ ચારિત્ર અને પાંચ પહેલા નિગંઠાના પડવાઈને ઉત્કૃષ્ટ કાળ અદ્ધ પુદ્ગલ પરાવર્તનને કહ્યો છે તે ઉપરથી એમ જણાય છે કે- શુકલ પક્ષમાં પ્રવેશ કરતા સમકિત સહિત તે ગુણ પ્રથમ પ્રાપ્ત થયેલે ને પછી પડવાઈ થઈ અદ્ધ પગલમાં મેક્ષ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org