________________
૫૧૮
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૯ મે. પ્રશ્ન ૭૫–સૂત્રમાં દરેક ઠેકાણે વંતાનનHક શબ્દ કહેલ છે. તેને શે અર્થ ?
ઉત્તર–કેટલેક ઠેકાણે સૂત્રમાં બન્ને શબ્દ વંદણું નમસ્કાર શબ્દમાં વપરાય છે, અને બન્ને શબ્દ જુદા અર્થમાં પણ વપરાય છે. એટલે વંદણ કતાં ગુણગ્રામ બેલતાં નમસ્કાર કરે, એટલે મુખે કરી ગુણગ્રામ લાવી પંચ અંગ નમાવીએ તેને વંદઈ નમસઈ શબ્દ લાગુ થાય.
પ્રશ્ન ૭૬–અમે વંદણ શબ્દ નમસ્કારજ માનીએ છીએ તેનું કેમ ?
ઉત્તર––તે ઠીક છે, એમ પણ કોઈ ઠેકાણે અર્થ થાય છે ખરો. દશવૈકાલિક સૂત્રમાં પાંચમા અધ્યયનના બીજા ઉદ્દેશાની ૩૦ મી ગાથામાં ને ન કરે છે હે મુનિ ! તને કઈ વંદણા નમસ્કાર ન કરે તે તે તેના ઉપર ટેપ કરીશ નહિ. અહિંયા વંદણ શબ્દ બને અર્થમાં લાગુ થયે પણ વંદણ શબ્દને ખરે અર્થ ગુણગ્રામજ થાય. જુઓ તેજ દશવૈકાલિકના પાંચમાં અધ્યયનના બીજા ઉદ્દેશાની ૨૯ મી ગાથાની ત્રીજી પદમાં કહ્યું છે કે વૈર મા ના એટલે વંદણા કરતે થકે હે મુનિ ! તું જાચીશ નહિં અહિંયાં એવો અર્થ ઘટે નહિ કે-હે મુનિ ! તું નમસ્કાર કરતા કે. જાચીશ નહિ. તે, દમાણું કે'તાં વંદણા કરતા કે એટલે ગુણગ્રામ કરતા થકે ગૃહસ્થ પ્રત્યે હૈ મુનિ ન જઈજજ કહેતાં તું જાચીશ નહિ. ઈત્યર્થ અહિયાં વંદણ શબ્દ ગુણગ્રામજ ઘટે. વંદણા નમસ્કારનો અર્થ ઘટે નહિ.
પ્રશ્ન ૭૭– ભગવતીજી શતક ૧ લે, ઉદેશે ૭મે ગર્ભના અધિકાર ગર્ભની કાયસ્થિતિ ઉકૃષ્ટી ૨૪ વર્ષની કહી તે શી રીતે ?
ઉત્તર–કેટલાક કહે છે કે-ગર્ભની ઉણી સ્થિતિ ૧૨ વર્ષની કડી છે, જીવ ૧૨ વર્ષ પૂરાં કરી પછી ચવી જાય, ને તેજ જીવ પાછો તેજ ગર્ભમાં આવી ઉપજે ને પાછા ૧૨ વર્ષ રહે. એટલે ૨૪ વર્ષ તેજ કાયમાં ગર્ભ પણે રહ્યો. આમ કઈ કહે છે.
વળી કઈ એમ પણ કહે છે કે-તે ગર્ભની કાયમાં તેજ જીવ ૧૨ વર્ષ રહ્યા તે જીવ આવી ગયો, ને તે કાયમાં બીજે. જીવ આવી ઉપજે તે પણ ગર્ભપણે ૧૨ વર્ષ રહ્યો એટલે ૨૪ વર્ષની ગર્ભની ઉત્પત્તિ સ્થાનની કાયસ્થિતિ થઈ. આમ બને અભિપ્રાયને વિચાર કરતાં જેવું જોઈએ તેવું બંધ બેસતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org