________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ભાગ ૯ મો.
ચોમાસાના ચાર મહિના રહેલાને આઠ મહિના પહેલાં તે અવાયજ નહિ, એમ સૂત્ર સૂચવે છે. એમ બેલતા પ્રત્યે કહીએ કે–તે પછી આઠ મહિના બહાર રહીને ત્યાં આવે એટલે ચોમાસાને કાળ પણ શરૂ થાય, તે પછી ત્યાં ચોમાસું રહેવું કપે ખરું કેમ?
પ્રશ્ન ૩–એકાંતવાદી–ઉપરાઉપર ચોમાસું રહેવું તે કલ્પ નહિ. ચોમાસાના માટે તે વચ્ચે બે વરસનું અંતર પડવું જોઈએ.
ઉત્તર–અનેકાંતવાદી–એ ન્યાય કયાંને લાવ્યા? એક વખત એમ કહે છે કે ચોમાસાના ચાર મહિના રહેલાને આઠ મહિના ગયા પછી ત્યાં આવી રહેવું કપે અને બીજી વખત કહે છે કે બે ચોમાસા બહાર રહ્યા વિના ત્યાં ચોમાસું રહેવું કપે નહિ. સૂત્રમાં બે વાત કહિ નથી, ત્યાં તે બમણે કાળ બહાર રહ્યા વિના ત્યાં રહેવું કે નહિ એમ કહ્યું છે. તે બમણે કાળ કાં તે ચોમાસાને કે કાં તે શેષકાળને જે જે શેષ– કાળને બમણે કાળ લેશે તે કાયમ ચોમાસાને કાળ છુટો રહેશે. આઠ મહિના બહાર કાઢે અને ચોમાસું ત્યાં જ રહ્યા કરે તે તમારા મતે તેને વધે નથી. અને જે બે માસમાં બહાર રહ્યા પછી રહેવું એમ કરે તે શેષકાળને માટે આઠ મહિનાને સવાલ ઉડી જશે, બે મહિના બહાર રહ્યા પછી ગમે ત્યારે શેષ કાળ રહી શકે. સૂત્રના ન્યાય પ્રમાણે શેષકાળ રહેલાને એક માસ રહેનારને બે માસ પછી અને ચોમાસું રહેલા બે માસ પછી ત્યા માસું રહેવું કલ્પ, અને ચોમાસું રહેલાને શેષકાળ માટે બે મહિના પહેલાં અવાય નહિ અને કદાપિ આવે તે એક બે રાત્રિથી વધારે રહેવાય નહિ, એ વાત ન્યાયપૂર્વક જણાય છે.
પ્રશ્ન –સાધુ સાધ્વીને ગાદિક કારણ વિના ચોમાસું તથા શેષકાળ ઉપરાંત રહેવું કપે કે કેમ?
ઉત્તર -ચોમાસું ઉતરે વર્ષાદ વરસવે રતે બંધ પડવાદિક કારણે રોમાસા ઉપરાંત પંદર દિવસ વધારે રહેવાની ભગવંતની આજ્ઞા છે. શાખ આચારાંગના બીજા ભૃતકધમાં, અધ્યયન ૩ જે, ઉદ્દેશ ૧ લે બાબુવાળા છાપેલ પાને ૧૩૨ મે ઉપર પ્રમાણે કહ્યું છે.
પ્રશ્ન – કાંઈ પણ કારણ વિના કાળ કે ચોમાસા ઉપરાંત રહે તેને શું દેષ લાગે?
ઉત્તર—આચારાંગ વ્યુતરક ધ બીજે, અધ્યયન ૨ જે, ઉદ્દેશે ૨ જે બાબુવાળા છાપવા પને ૧૦૭ મે કહ્યું છે કે રોષકાળ તથા માસા ઉપરાંત કારણ વિના સાધુ સાધ્વી તે સ્થળે રહે તે કાલાતિકાંત દેષ લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org