________________
૪૮૪ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મે. તેના બદલામાં સામાના પ્રાણ લેવા સુધી તત્પર થાય, (સ્વાર્થ સાધન) ચાહે કપટ અધર્મ વિશ્વાસઘાત કેમ ન હોય, પરંતુ પિતાનું પ્રજન પિતાનું કાર્ય સાધવામાં ચતુર હોશિયાર (શઠઃ) ચાહે પિતાની વાત જૂઠી કાં ન હોય, પરંતુ હઠ કદી ન છોડે. ( મિથ્યાવિનીતઃ ) ગૂઠ મૂઠ અને ઉપરથી શીલ સંતેષ ને સાધુતાદિ ખલાવે તેને ( બકવ્રત ) બગલા સમાન નીચ સમજે, એવાં એવાં લક્ષણવાળા (નરાઃ) મનુષ્ય પાખંડી હોય છે. તેને વિશ્વાસ કે સેવા કદી કરવી નહિ. અર્થાત્ તેને સંગ પણ ન કરે અને તેવાઓના વિશ્વાસે તે કદી પણ રહેવુંજ નહિ.
પ્રશ્ન ૧૦૨–અન્યાય અધર્મમાં ચાલવાવાળાને તેને બદલે કેમ મળતું નથી ?
ઉત્તર-એ તે આપણી સમજમાં ફેર છે આપણી દષ્ટિએ ન આવે તેથી એમ સમજવું નહિ કે અધર્મીને બદલે નથી મળતો. જેમ કોઈ બીજ વાવવામાં આવે છે તેનું ફળ તેની મુદત પાકયે મળે, તેમ અન્ય અધર્મના કરવાવાળાને તેને બદલ તેના કર્મની મુદતે અવશ્ય મળે છે. ઉવવાઈ સૂત્રમાં કહ્યું છે કે- મુશિક્ષિા મુવાપરામાંતિ કુરિવાજભા સુવિaા માંતિ,સુકૃતના કરવાવાળાને શુભ ફળ અને દુકૃતના કરવાવાળાને દુષ્ટ ફળ હોય છે. ઉત્તરાધ્યયનના ચેથા અધ્યયનમાં કહ્યું છે કે
રાજરમાનવ ગથિ. કરેલાં કર્મને આ ભવે કે પરભવે મુદત પાક ઉદય આવ્યે તેનાં ફળ ભેગવ્યા વિના છૂટકે નથી. વળી નીતીશાસ્ત્રમાં પણ કહ્યું
नाधर्मश्चरितोलोके, अधः फलातिगोरीवः शनैरावर्त्तमानस्तु, कर्तुर्मूलानिकृन्तति. १
અર્થ– કરેલું અધર્મ નિષ્ફળ કરી હોતું નથી. પરંતુ જે સમય અધર્મ કરે તે જ સમયે તેનું ફળ મળતું નથી. તેણે કરીને અજ્ઞાની લેક અધર્મથી ડરતા નથી તથાપિ નિશ્ચય જણ કે તે અધર્માચરણ ધીરે ધીરે અધમના સુબેનાં મૂળને કાપતું ચાલ્યું જાય છે.
___ अधर्मेणैधतेताव. त्ततोभद्राणिपश्यति ततः सपत्नञ्जयति, समुलस्तु विनश्यति २.
અર્થ – અધમભા મનુષ્યધર્મની મર્યાદા છોડી મિથ્યા ભાષણ, કપટ, પાખંડ, રક્ષણ કરનારને વિટંબના, ધર્મશાસ્ત્રનું ખંડન તથા વિશ્વાસઘાતાદિ કર્મોવડે ધનાદિ પદાર્થોએ પ્રથમ તે વૃદ્ધિ પામે પશ્ચાતુ ધનાદિ ઐશ્વર્ય વડે ખાન, પાન, વસ્ત્ર, આભૂષણ, ચાન, સ્થાન, માન, પ્રતિષ્ઠાદિ પ્રાપ્ત થાય છે. અન્યાયથી શત્રુઓને પણ જીતે છે. પશ્ચાતું શીધ્ર નષ્ટ થઈ જાય છે. જેમ જડમાંથી કાપેલું વૃક્ષ નાશ પામે છે તેમ અધર્મી પણ નાશ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org