________________
૧૮
મોક્ષ જાય. માટે પ્રથમ સમક્તિ પામવાને ઉત્કૃષ્ટો કાળ અદ્ધપુગલને જણાય છે. પણ આઉખા કર્મ વરજીને સાત કર્મની સ્થિતિ અને કડાકડ એટલે એક કડાકેડ સાગરોપમની અંદર તે વખતે હોય એટલે ગઠી ભેદ થે એમ પણ કહેવાય.
પ્રશ્ન ૩૧–જાતિસમરણ જ્ઞાન સમકિતીને થાય કે મિથ્યાત્વને પણ થાય ખરું?
ઉત્તર–બન્નેને થાય, મેઘકુમારને આગલે હાથીના ભવે જાતિ મરણ જ્ઞાન થયું તે મિથ્યાષ્ટિપણામાં થયું, અને મેઘકુમારને દીક્ષા લીધા પછી જાતિસ્મરણ થયું તે સમકિતપણામાં થયું. સાખ જ્ઞાતાજી સૂત્રની પરંતુ જતિ સમરણવાળાને સમકિતની પ્રાપ્તિ થવાનો સંભવ છે કારણ કે તે મતિજ્ઞાનને ભેદ છે માટે, અને અન્ય મતના શાસ્ત્રોમાં પણ જાતિ સમરણ કહ્યું છે.
પ્રશ્ન ૩૩–જાતિસ્મરણ જ્ઞાનવાળો પિતાની જાતિ જાણે તેમ બીજાની જાતિ જાણે કે કેમ?
ઉત્તર—જાણે સહચારી સંસીના ભવ કરેલ જાણે સાપ ઉત્તરાધ્યયન ૧૮ અધ્યયનની.
પ્રશ્ન ૩૪–જાતિ મરણ જ્ઞાનવાળે ઉત્કૃષ્ટા કેટલા ભવ જાણે?
ઉત્તર–સંજ્ઞી પંચેંદ્રિયના આગલા નવસે ભવ જાણે એટલે પૂર્વે સંસી પંચેદ્રિયના લગતા નવસે ભવ કર્યા હોય તે સર્વ ભવ જાણે પણ વચ્ચે અસંસીને ભવ કર્યો હોય તે ત્યાં ગાંઠ પડે તે પહેલાના ભવ જાણે નહિ, માટે લગતા ઉત્કૃષ્ટ નવ ભવ જાણે.
પ્રશ્ન ૩૫–જીગલીયામાં સમકિત કેટલામાં લાભ?
ઉત્તર–ભગવતીજીના ૨૪ મા શતકમાં કહ્યું છે કે વૈમાનિકમાં પહેલા બીજા દેવલેક સુધી જધન્ય એક પલ્યોપમ ઉછા ત્રણ પલ્યોપમવાળા જાય તે સમકિત દષ્ટિ તથા મિથ્યા દષ્ટિવાળા જાય તે મનુષ્ય તિર્યંચ બને આશ્રી કહ્યું છે એ લેખે ૩૦ અકર્મ ભૂમિના પર્યાયામાં સમક્તિ લાભે.
પ્રશ્ન ૩૬–સમકિત તથા કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં, આઠ કર્મમાં પહેલું કયું કામ માર્ગ આપે ?
ઉત્તર-કેટલાક જ્ઞાનાવરણીય કર્મ કહે છે, કેટલાક અંતરાય કર્મ કહે છે (વિર્ય શકિત ફેરવવા આશ્રી) –અને કેટલાક મેહનીય કર્મ કહે છે. તેમાં પણ મોહનીય સિવાયનાં બીજાં કર્મ દેશથી માર્ગ આપે છે ને મેહનીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org