________________
ઉત્તર –મેટા ગુણઠાણામાં ચોથે ગુણઠાણે ક્ષાયકભાવ કહ્યો છે. માટે ચોથે ગુણઠાણે ૭ પ્રકૃતિને ક્ષય થાય છે તે આશ્રી જેટલે ક્ષય તેટલે ક્ષાયકભાવ જાણવે. આઠમે ગુણઠાણે લાયકભાવ ગષે છે તે પણ ૭ પ્રકૃતિને ક્ષય આશ્રી જ છે. આઠમું ગુણઠાણું પ્રાપ્ત થયા પહેલાં ૭ પ્રકૃતિને સર્વથા ક્ષય થયે નથી એ જીવ આઠમે ગુણઠાણે ક્ષણિએ ચડવાવાળો હોય તે પ્રથમ ૭ પ્રકૃતિને ક્ષય કરે તેને ર૧ પ્રકૃતિ સત્તામાં હોય એમ સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે, તેને પણ ક્ષાયકભાવ હોય. અને સર્વથા ક્ષાયકભાવ તે બારમાં ગુણઠાણેજ હોય છે. - પ્રશ્ન ૩૦ – ૧૧ મે ગુણઠાણે લેભને ઉદય નથી તેમ બીજી પ્રકૃતિને પણ ઉદય નથી ગુણઠાણુ તે ઉપશમનું છે, તે કઈ પણ પ્રકૃતિના ઉદય વિના પડે કેવી રીતે ?
ઉત્તર—ત્યાં એક પ્રકૃતિને ઉદય નથી એટલે ૧૧ મે ગુણઠાણે મોહનીય કર્મને ઉદય નથી એમ પન્નવણાજીમાં કર્મપ્રકૃતિ પદમાં કહ્યું છે. માટે ૧૧ મે ગુણઠાણે કેટલાક સૂક્ષ્મ લેભને ઉદય માને છે અને તેથી પડવા પણું માને છે તે વાત સંભવતી નથી, કારણ કે –ભગવતીજીના શતક ૨૫ મે-ઉદેશે ૬ ટ્રે નિગ્રંથ નિયંઠામાં અવડિય ને વર્ધમાન બે પ્રણામ કહ્યા છે. હાયમાન પ્રણામ નથી તે આશ્રી ૧૧ મે ગુણઠણે પઠવું નથી. પણ તેનું કારણ એમ જણાય છે કે-૧૧ મે ગુણઠાણે મરે તે અનુત્તર વિમાને જાય. અને મરે નહિ તે અંતમુહૂર્તની સ્થિતિ ભોગવી અવશ્ય પડે. એટલે અંતર્મુહૂર્તની સ્થિતિ પૂરી થતાં છેલ્લે સમયને અંતે દશમાં ગુણઠાણાને પહેલે સમય સૂમ લેભને ઉદય થતાંજ પડવાપણું થયું ગણાય.
પ્રશ્ન ૩૧.--ગંઠીભેદ થવાને કાળ, આઉખા કર્મ વરને સાત કર્મને સ્થિતિ કાળ, એક કેડા કેડ સાગરોપમની અંદર કહ્યો છે.–અને જીવને સમકિત પામવાને કાળ અર્ધ પુદ્ગલની અંદરને કહ્યા તે કેમ ?
ઉત્તર-પ્રથમ, સમકિત પામવાને અંતે કોડાકોડી સાગરોપમ કહ્યો છે તે ગ્રંથને મત કહ્યા છે અને સૂત્રને મતે તે શુકલ પક્ષી, પ્રથમ સમક્તિ પામે ત્યારથી ગણાય છે અને શુકલ પક્ષી અદ્ધિપુગલ સંસાર બકત રહે ત્યાંથી ઉત્કટે ભાગે ગણાય છે. એટલે ભગવતીજીના ૨૬ મા શતકમાં આલેખા કર્મમાં બંધ આશ્રી શુકલ પક્ષી અને સમકિતને ચારે ભાગ સરખા કહ્યા છે. તેથી સમકિત પામીને પડેલાને ફરી સમકિત પામવાને અદ્ધ પુદ્ગલની અંદર કાળ જણાય છે. એટલે સમકિત પામીને પડેલે ઉત્કૃષ્ટ અદ્ધપુદ્ગલ પર્યટન કરે પણ અદ્ધ પુદ્ગલ સમકિત પામીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org