________________
શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૮ મો, થાતી એમ શાસ્ત્ર થકી જણાય છે. અને આ કાળમાં દેહને ભસ્મ કરનારા તથા વિકટ તપશ્ચર્યાદિ કરનારા તથા શીતે ગણાદિ કાળે આતાપના લેનારા ઘણા જોવામાં આવે છે, છતાં તેઓને કોઈ પ્રકારની લબ્ધિ કે દેવ દર્શન વગેરે કાંઈ પણ પ્રાપ્ત થતું નથી તેનું શું કારણ?
ઉત્તર–ગુરૂ-હે શિષ્ય ! તારૂં પ્રશ્ન ઘણુંજ ખુબી ભરેલું છે. પરંતુ તે વિષે હું તને સૂત્રના ન્યાયથી જણાવું તે સાંભળ આગળમાં સાધુઓ ઘણુજ સરળસ્વભાવી અને આત્માથી હતા જેથી સૂત્રોમાં તેમને પૂરદ भद्दयाए पग्गइ विणयाए पग्गइ मउए पगइ उवसंते साणुकोसीयाए अमच्छरियाए. એક તરફથી પ્રકૃતિના ભદ્રિક, પ્રકૃતિના વિનીત, પ્રકૃતિના સુકમાળ, સરળ, પ્રકૃતિના ઉપશાંત, અનુકંપાવંત, દયાળુ, મત્સર, અહંકાર અભિમાન સહિત એવા સ્વભાવવાળા—
બીજી તરફથી દશાશ્રુતસ્કંધ સૂત્રને પાંચમા અધ્યયનમાં કહેલી ચિથી ગાથા પ્રમાણે વર્તણુક ચલાવવાવાળાને દેવદર્શન થાય છે.
પ્રશ્ન ૮૦–ઉપરને પાઠ કયા સૂત્રમાં છે અને દશાશ્રુતસ્કંધમાં શું કહ્યું છે જણાવશે ?
ઉત્તર–ઉપર કહેલે પાઠ ભગવતીજી વગેરે ઘણાં સૂત્રોમાં છે અને દશાશ્રુતસ્કંધમાં પાંચમાં અધ્યયનમાં આ પ્રમાણે કહ્યું છે. (ગાથા) पंताइभयमाणस्स, विचित्तसयणासणं; अप्पाहारस्स दंतस देवादंसे - ફતાફળો છા
અર્થ—અંતરાંત આહારને કરનાર, પાપકર્મથી બીહનાર, સ્ત્રી, પશુ, પડંગ (નપુંસક પાવઈયાદિ ) રહિત સ્થાનક પાટપાટલાદિ આસને સેવનાર અર્થાત્ ચેખું બ્રહ્મચર્ય પાળનાર, અ૯પ આહારને કરનાર, ઇંદિયોને દમનાર એવો હોય તેને દેવતા દર્શન દે છે.
અર્થાત્ આગળના ઉત્તમ પુરૂષે એવા સગુણવાળા હતા કે તેઓની કરેલી તમામ કરણી ફળીભૂત થતી. તેનું મૂળ કારણ તે એજ છે કે તેઓ જે જે કરણી કરતા તે કાંઈ પણ પિતાના સ્વાર્થ વિના માત્ર પરમાર્થ બુદ્ધિ એટલે મોક્ષ ફળનેજ હેતે એકાંત નિજર અર્થે, નિરાશીભાવે કરતા તે પણ ખેદ રહિત અકલુષિતપણે તથા સરલ અને મૃદુ પ્રકૃતિને લઈને લથ્યિાદિ ગુણોની પ્રાપ્તિ અને દેવતાનું આવવું શીઘ થાતું.
પ્રશ્ન ૮૧-- આ કાળમાં ઉપર કહ્યા પ્રમાણેના પ્રાણીઓ નહિ હેય
ઉત્તર--નહિ હોય એમ કેમ કહી શકાય ? બહુરત વસુંધરા ઘણાએ ઉત્તમ પુરૂષે પેદા થયા, થાય છે ને થશે. પાંચમાં આરાના છેડા સુધી
છમ'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org