________________
શ્રી પ્રશ્નોત્તર મિહનમાળા–ભાગ ૮ મે.
એકાવતારી જીવ હોવાનો સંભવ છે. પણ એવા સમદ્રષ્ટિ જીવ ભાગ્યેજ જોવામાં આવશે. વર્તમાન સમયને વિચાર કરતાં જપતપાદિ કિયાના કરવાવાળા નજરે પડે છે ખરા, પરંતુ તેમનું અંતઃકરણ ઉપર વર્ણવેલા ગુણોક્ત શુદ્ધ હોય એમ જણાતું નથી; કિયા પ્રમાણે અંતઃકરણ શુદ્ધ હોય તે ફળીભૂત કેમ ન થાય ? અવશ્ય થાય.
એક તુલસીદાસ નામના કવિએ કહ્યું છે કે- સબ ધન પત્થર કરી જાને, સબ સ્ત્રી માત સમાન એટલે કે પ્રભુ નહી મળે તે, તુલશીદાસ જમાન?
એ પ્રમાણે ઘાવ બનાવી તુલશીદાસ પોતાના ગુરૂ પાસે લઈ જતાં તેમના ગુરૂએ કહ્યું કે તારૂં જમાનપાનું રહે નથી, કેમકે એવા તે દુનિયામાં ઘાણા નીકળનારા જોવામાં આવે છે પણ દુર્લભ તે એ છે કે – સાંભળ
સબ ધન તજે સેલ છે, સેલ તજવો ત્રિયા નેહરુ
પરનિંદા ને ઇર્ષ, તુલસી દુર્લભ તેહ. ૨.
પરાઈ નિંદા ને આપકી બડાઇ, પારકા સુખે દુઃખીયા અર્થાત કેઈનું ભલું સહન ન કરી શકે. તે ઈર્ષા–અદેખાઈ એટલે નિંદા ને ઇર્ષા તેણે આ દુનિયામાં ઉડી જડ નાંખી છે કે જેણે ત્યાગી તથા ભેગીનાં તમામ નાં અંતઃકરણ મલીન કરી દીધાં છે કે જેણે કરીને તેઓના સારા કૃત્યેનાં શુભ ફળ બેસવા દીધાંજ નહિ. જુઓ તે ખરા કે એક સાધારણ મતવાળા ધર્મને વિષે કાંઈ પણ નહિ સમજતાં છતાં ફકત ભદ્રિક (સરળ) પ્રકૃતિને લઈને તેઓના આયુષ્યની વાતે, આગળથી કહી બતાવે છે ને તેઓના કહેવા પ્રમાણેજ આયુષ્યની હદ પૂરી પડે છે. તે પ્રમાણે વિકટ કષ્ટ સહન કરનારે કાંઈ પણ જાણે નહિ તે કેવી અજાયબી ? અહિંયાં એટલું જ કહેવું બસ છે કે એવા સાધારણ જ્ઞાનની હાની થવાનું કારણ માત્ર માયા (કપટ), પરનિંદા ને ઈર્ષા એજ છે. એ પ્રમાણે જેની ટેવ હોય છે તે કલેશથી કે પનિંદાથી ડર ખાતા નથી પણ શાસ્ત્રકાર તે ખુલું કહે છે કે તેનાં તમામ શુભ કૃત્યેનો નાશ થાય છે. તે પછી દેવદર્શન તે થાયજ કયાંથી ? અને લબ્ધિની આશા હેયજ શાની ?
પ્રશ્ન ૮૨–નિંદા, ઇર્ષા અને માયાવત પ્રાણીને સદ્ગુણની હાનિ ઉપરાંત શું ફળ પ્રાપ્ત થાય છે ?
ઉત્તર ધ્યાનવિચાર નામના પુસ્તકામાં પાને ૩૯ મે કહ્યું છે કેકલેશ કરવાથી અને નિંદા કરવાથી, જીવ અશુંભ કર્મ ઉપાર્જન કરે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org