________________
શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા--ભાગ ૮ મો.
४६८
થાય છે. એટલે જેમ જ્ઞાનવાદી તપને નિષેધ કરે છે કે આવા તપ તે જીવે અનંતીવાર કર્યો પણ કાંઈ આત્માનું વળ્યું નહિ, તેમજ તપસ્યાના કરનારા પિતાના તપના અભિમાને કરીને જ્ઞાનને તુચ્છ માત્ર ગણું તપ વડેજ કર્મનો ક્ષય કરી મુક્તિ પદ લેશું એટલેથી નહિ અટકતાં કઈ કઈ તપના મદથી પિતા સિવાય બીજાને લેખામાં નહિ ગણતા માત્ર પુતળા સમાનજ માને. એવા આભમાનીને જ્ઞાનની રૂચિ નહિ થવાથી તે જ્ઞાન અને જ્ઞાનીઓના અર્વણવાદ બેલે તે એટલે સુધી કે જ્ઞાનના અભ્યાસક તથા ઉપદેશકેને ભાટ ચારણ વગેરેની ઉપમા આપી પોતાનાજ તપને વિશેષ માને છે. એમ બન્ને તરફના અવાજો નીકળતા સાંભળી બન્ને તરફને વિચાર કરતાં એકાંત પક્ષે બનેને મિથ્યાવાદ છે, બન્નેનાં ગવિંછ વચને છે. જ્ઞાનવાનને જ્ઞાનને તે અને તપસ્યાના કરવાવાળાને તપશ્ચર્યાને જે કે ઘણે મેટો ગુણ છે, પરંતુ તેમાં કીર્તિ અને ગર્વ. અભિમાન વગેરે દુર્ગુણો ભળવાથી તેના ફળની તિના ગુણની ] નાસ્તિ થાય છે.
જેનશાસ્ત્રમાં એકલા જ્ઞાન વડે મુકિત કહી નથી. મુકિત તે જ્ઞાન. દર્શન, ચારિત્ર અને તપ એ ચાર વડે કહેલ છે. તેમાં પણ જ્ઞાનની અધિકતા જણાય છે. એમ કેટલાંક શાસ્ત્રથી નિર્ણય થાય છે.
મોક્ષ પામવાનાં ચાર દ્વાર કહ્યાં છે તેમાં જ્ઞાન એ મુખ્ય દરવાજો કહ્યો છે, જ્ઞાન વિના જપ તપાદિ સર્વ કિવા નિષ્ફળ કહી છે. અને અજ્ઞાન તપથી જે કે હું મીઠું થાય તેથી શું વળ્યું ? માટે દરેક શાસ્ત્રમાં પહેલું જ્ઞાન મેળવ્યા બાદ તપશ્ચર્યા કરવાનું કહ્યું છે. એ ઉપથી એમ જણાય છે કે પ્રથમ શાસ્ત્ર જ્ઞાન કરવું તેજ વિશેષ છે, અને દરેક શાસ્ત્રમાં સૂત્રજ્ઞાન વિશેષ બળવાન કહેલ છે.
પ્રશ્ન ૭૦–કેઈ એમ કહે કે જ્ઞાન તે માત્ર જાણવાને માટે જ છે પણ કર્મને ક્ષય કરવાને માટે તે શાસ્ત્રમાં તપ કહ્યો છે. નાના નાના * ૪ તળ પરિક જ્ઞાન થકી જાણે સકલ તપસ્યા કૂપન સ્વરૂપ એ ઉત્તરાધ્યયન સૂત્રનું વાકય છે તેનું કેમ ?
ઉત્તર—એ વાત સત્ય છે. પણ શ્રી ભગવતીજીમાં કહ્યું છે કે જીવ અજવ, ત્રસ, સ્થાવર એ ચાર બોલો જાણ્યા વિના પચ્ચખાણ કરે તેનાં દુપચ્ચખાણુ, અને એ ચાર બેલનું જ્ઞાન થયે સુપચ્ચખાણ કહ્યાં છે. તે પચ્ચખાણ વિના તપ હેય નહિ માટે તપના કરનારને પહેલું જ્ઞાન હોવું જોઈએ. અને ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનમાં પણ એજ કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org