________________
૪૫૮ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળી–ભાગ ૮ મો. ખપાવે તેથી અધિક, જ્ઞાની પુરૂષ એક શ્વાસમાં કર્મ અપાવે છે. માટે જ્ઞાની પુરુષે કહી ગયા છે. કે–
ज्ञानमेवबुधाः प्राहुः, कर्मणां तापनात्तपः,
तदभ्यंतरमेवेष्टं, बामंतदुपवृहकम्. १. અર્થ-કર્મોનું જવલન કરવાથી જ્ઞાન એજ તપ છે. એમ તત્વ કહે છે, તેમાં અત્યંતર તપજ ઈષ્ટ છે, બાહ્ય તપ તેને વધારનાર છે, માટે જ્ઞાન નિરપેક્ષ-અજ્ઞાન કાય કણરૂપ તપને ત્યાગ કરે કેમકે–
અનુભવને જાણ્યા વિના, સહે કષ્ટ કરી ત્યાગ; સરપ તજે ભલે કાંચળી, તેહી નાગને નાગ. ૧. બહુ કો વરસે ખપે, કર્મ અજ્ઞાને જે;
જ્ઞાની શ્વાસોચ્છાસમાં, કર્મ ખપપે તેહ. ૨. તપસ્વી એવું બિરૂદ ધરાવનારે એક વાત ખાસ કરીને ભૂલવી જોઈતી નથી, કે જ્યારે ઉત્તમ એવા મનુષ્ય દેહને પામીને તે દેહને દમન કરવાને માટે મહાફળદાયક તપશ્ચર્યાને અંગીકાર કરી માયા કપટનું સાથે સેવન યા તે કેઈપણ પ્રકારની સંસારી ખટપટમાં ભાગ લે કે માનનાં ભીખારી થાવું એ અમૂલ્ય રતને બેટી બદામ સાટે ફેંકી દેવા જેવું છે. એટલું જ નહિ પણ શ્રી સૂયગડાંગ સૂત્રનું વાકય યાદ કરતાં અનંતા ગર્ભ પામવાનું ઉલટું ફળ મળે છે, તે પછી કર્મ ક્ષયની (શુભ ફળની) તે આશાજ શી? માટે તપસ્વી લેકે એ એવી ભૂલવણીમાં ફસાવું નહિ.
પ્રશ્ન પ૧–સાધુએ ગૃહસ્થ ઉપર મમત્વભાવ રાખ કે સંસારીની ખટપટમાં ઉતરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે ?
ઉત્તર—એ વિષે અધ્યાત્મ કલ્પદ્રુમમાં પાને ૪૦૮ મે કહ્યું છે કે –
दधद् गृहस्थेषुममत्वबुद्धि, तदीयसतप्त्या परितप्यमानः; अनिवृतांतः करणः सदास्वे, स्तेषांच पापैर्धेमिता भवेसी. ॥६॥
અર્થ–“ગૃહસ્થ ઉપર મમત્વબુદ્ધિ રાખવાથી અને તેઓનાં સુખ દુઃખની ચિંતા વડે તપવાથી તારૂં અંતઃકરણ સર્વદા વ્યાકુળ રહેશે, અને તારાં અને તેઓનાં પાપથી તું સંસારમાં રખડયાં કરીશ.”
ભાવાર્થ–આ મારા શ્રાવક છે. આ મારા ભક્ત છે એ મમત્વબુદ્ધિ છે, એ રાગનું કારણ છે, મેહને ઉત્પન્ન કરે છે અને એક જાતને ન વ્યાપાર કરાવે છે. તેથી વધારે થાય છે, ત્યારે ભકતરાગી શ્રાવકના સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org