________________
૪૫
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મે. થતું નથી. અને જિનેકત જ્ઞાની પુરૂષને એક ઉપવાસ પણ ઘણા ફળને આપે છે.
પ્રશ્ન ૩૮-જ્ઞાન સહિત તપનું શું ફળ? ઉત્તર– દિગંબર મતના સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં કહ્યું છે કે,
एकंअपिनिरारम्भ, उपवासं यः करोतिउपशान्तः बहुविधसतश्चिकर्म, सः ज्ञानी क्षिपति लीलया ॥१॥
ભાવાર્થ – જ્ઞાની સમ્યગદષ્ટિ આરંભને ત્યાગ કરી ઉપશમ ભાવ મંદ કષાય રૂપ થઈને એક પણ ઉપવાસ કરે છે તે ઘણું ભવનાં સંચિત કરી બાંધેલાં જે કર્મ તે કર્મને લીલા માત્રમાં ક્ષય કરે છે.
ભાવાર્થ-કષાય વિષય આહારને ત્યાગ કરી ઈહલેક પર લેકના ભેગની આશા છેડી એક ઘણ ઉપવાસ કરે તે ઘણું કર્મની નિર્જરા કરે છે.
પ્રશ્ન ૩૯–આરંભવૃત્તિવાળાને ઉપવાસ ફળદાયક થાય કે નહિ ?
ઉત્તર–મેહને વશ પડેલા પ્રાણ આરંભમાં આસક્ત એવાઓને ઉપવાસ (તપ ) તે ફળદાયક થતું નથી તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે
उपवासंकुर्वन् आरम्भ, यः करोति मोहात्ः सः निजदेहं शुष्यति, नउज्झतिकर्मले अपि ॥१॥
અર્થ—-ઉપવાસ કરીને જે જીવ મેહને વશ પડેલા આરંભ કરે છે. એટલે આરંભ કરવા, કરાવવા અને રૂડું જાણવામાં લીન હોય છે તે જવ કેવળ દેહને જ શકે છે, તેને કર્મની નિર્જરા લેશ માત્ર પણ થતી નથી.
મોહનીય કર્મને ઉપશાંત, પશમ, કે ક્ષય થયા વિના ઉપવાસ કે તપનું ફળ મળતું નથી. એ ત્રણમાંથી એક પણ ગુણ પ્રગટ થાય તે તેને તપ નિર્જરાના ફળને આપે છે. બાકીના તપથી કદાપિ માગેલ ફળ મળે પણ કને ક્ષય થાય નહીં, પરંતુ સંસાર વધારે અને તપને પ્રતાપ યા, તપને પ્રભાવ ઓછો થાય અર્થાત્ ઘણી મહેનત કરેલે તપ નિષ્ફળ થાય. માટે પ્રથમના ઉપવાસનાં ( તપસ્યાના) કરનારે ક્ષમાને વિસારી મૂકવી નહિ કેમકે તપની સાથે ક્ષમા હોય તે ડબલ ફાયદો થાય છે.
પ્રશ્ન ૪૦– ઉપવાસને અર્થ શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org