________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મો. આત્મિક ગુણને એકરસ થવાથી જ્ઞાની પુરૂષને એ આનંદરસ પ્રગટે છે કે, તે પયપાકના રસના સ્વાદ કરતાં પણ અસંખ્ય અનતગુણે રસ પ્રગટે છે. દેહના રક્ષણ કરવાવાળાથી તપશ્ચર્યા થતી નથી અને તપસ્યા કરવાવાળા દેહની દરકાર કરતા નથી. જુઓ આણુત્તવિવાઈ પ્રમુખ સૂત્રોને વિષે ધના અણુગાર વગેરે મુનિઓનાં ચરિત્ર, કેવી અદ્ભુત તેઓની તપસ્યા, કેવા તેઓના કૃશ દેહ, અને કેવી ઉત્તમ ક્રિયાઓ કરી તેઓ ઉત્તમ ગતિને પામ્યા. વગેરે અધિકાર શ્રવણ કરવાથી ખાત્રી થશે કે તપશ્ચર્યા કરવાથી દેહને કણ છે પણ આત્માને મહાસુખના ફળની પ્રાપ્તી થાય છે.
પ્રશ્ન ર૦–અન્ય મતના શાસ્ત્રમાં તપ વિષે કાંઈ કહ્યું છે?
ઉત્તર–જૈન ધર્મ સિવાય અન્ય મતના શાસ્ત્રમાં પણ ઉપવાસનું મહાભ્ય મેટું કહ્યું છે. શિવપુરાણના છવીસમા અધ્યયનનાં એક ઉપવાસથી માંડીને એક મહીના સુધીના ઉપવાસનાં ફળ ચાલ્યા છે, તેમાં કહ્યું છે કે તેઓ જમને ભાળતા નથી અને દેવલેક સ્વર્ગ તથા મેલનાં સુખને પામે છે.
ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનમાં મેક્ષ પ્રાપ્ત થવાનાં ૪ ચાર કારણ બતાવ્યાં તેમાનું તપશ્ચર્યા પણ એક કારણ કહ્યું છે, અને તેજ અધ્યયનમાં કહ્યું છે કે-તપ પક્ષ તપથી આત્મા વિશુદ્ધ થાય છે. દશવૈકાલિક સૂત્રમાં તપશ્ચર્યાથી કર્મની નિર્જરા થવાનું કહ્યું છે, અને વેદાંતમાં પણ કહ્યું છે કે-તપનને જૉતા તરૂપ સ્નાનથી કર્મને નાશ થાય છે. વગેદે કેટલાંક શાસ્ત્રોને ન્યાય જોતાં તપશ્ચર્યા છે તે ઉત્તમ છે અને ઉત્તમ ફળને આપનાર છે. એમ સિદ્ધ થાય છે.
માટે દેહને કષ્ટ થવા છતાં તપશ્ચર્યાદિ કરવું એ આત્માને ફળદાયક છે. તપશ્ચર્યાથી-ઇદ્રિયે વશ થાય છે અને ઈદ્રિના વિકારનું દહન થાય છે. વગેરે ઘણું આત્મિક ગુણેની વૃદ્ધિ થાય છે. એમ માની તપશ્ચર્યા કરવી, તપશ્ચર્યા કરવાથી પૂર્વકૃત નીવડ કર્મને પણ નાશ થાય છે.
પ્રશ્ન ૨૧–સકામ-અકામ તપનું સ્વરૂપ શું?
ઉત્તર–ઉત્તરાધ્યયનના પહેલા અધ્યયનમાં ૧૬ મી ગાથામાં કહ્યું છે 3-वरंमे अप्पादन्तो, संजमेण तवेणय; माईपरेहिंदमन्तो, बन्धणेहि वहेદિક દ્દા આમાં એમ જણાવે છે કે-હે આત્મન ! રખે તારે પરના હાથે વધબંધને કરી દમાવું થાય. તેમ થવા કરતાં આત્માને સંયમ તાપે કરીને દમ ઉત્તમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org