________________
૪૩૮ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૮ મે.
એ પ્રમાણે ભગવતીજીમાં કહેલા સંજમ વડે આવતાં કર્મને રોકવાનું અને તપ વડે પૂર્વના તુરથાલાના કર્મને ખપાવવાનું સ્વરૂપ જણાવ્યું.
પ્રશ્ન ૧૪–તપના ભેદ કેટલા ?
ઉત્તર–તપના અનેક ભેદ છે. સાંભળો. ધારો અને વિચારે. ૧ અનશન, ૨ ઉદરી, ૩ ભિક્ષાચ, ૪ રસત્યાગ, ૫ કાયકલેશ, ૬ સંસીનતા, (એ છએ બાહ્ય તપ) ૭ પ્રાયશ્ચિત, ૮ વિનય, ૯ વૈયાવૃત્ય, ૧૦ સ્વાધ્યાય, ૧૧ ધ્યાન, ૧૨ કાર્યોત્સર્ગ (એ છ અત્યંતર તપના મળી બાર ભેદ જિનેક્ત તપના જાણવા) ૧૩ ઉગ્રતા, ૧૪ દિuતપ, ૧૫ તસતપ, ૧૬ મહાતપ, ૧૭ ઘેરતપ, ૧૮ લબ્ધિત૫, ૧૯ સંભાવી ત૫, ૨૦ નિર્જરા તપ, ૨૧ સકામ તપ, ૨૨ અકામ તપ, ૨૩ જ્ઞાન તપ, ૨૪ અ– જ્ઞાનતા, ૨૫ આશીત૫, ૨૬ નિરાશી તપ, ૨૭ નિદાન તપ, ૨૮ સ્વાર્થી તપ, ૨૯ કીર્તિ તપ, ૩૦ સરાગી તપ, ૩૧ વેતાળી તપ, ૩૨ સરાપી તપ, ૩૩ કલેશી તપ, ૩૪માયિ તપ, ૩૫ આસુરી ભાવના તપ.
એ પ્રમાણે ૩૫ પ્રકારને તપ કહ્યો તેમાં કેટલેક તપ જિનરાજ દેવની આજ્ઞામાં છે અને કેટલેક આજ્ઞા બહાર છે. પ્રશ્ન ૧૫–
જિત તપ કેટલા પ્રકારને અને તેનું સ્વરૂપ શું ? ઉત્તર–જિકત તપ ઉત્તરાધ્યયનના ૩૦ મા અધ્યયનમાં ૧૨ બાર પ્રકારે કહ્યો છે તે અને તેનું સ્વરૂપ નીચે પ્રમાણે જણાવેલ છે.
अणसणमूणोयरिया, भिख्कायरिया रसपरिचाओ; कायकिलेसो संलीणयाय, बज्जोतवोहाइ. ॥८॥
અર્થ – (૧) અનશન એટલે ઉપવાસાદિક, (૨) ઉણાદરી એટલે ઓછું ખાવું તે, (૩) ભિક્ષાચર્યા એટલે ઘરોઘર ફરીને ભિક્ષાથી આહાર મેળવે તે, (૪) રસત્યાગ એટલે સ્વાદિષ્ટ ખેરાકને પરિત્યાગ કરે છે, (૫) કાયક્લેશ એટલે ટાઢ તડકો વગેરે સહન કરે તે, (૬) સંલીનતા એટલે અંગ-ઉપાંગ (ઇદ્રિને) સંકોચવાં તે. એ પ્રમાણે છ ભેદે બાહા તપ કહ્યો છે.
પ્રશ્ન ૧૬–અભ્યતર તપનું સ્વરૂપ ભગવતે કેવા પ્રકારે જણાવ્યું છે? ઉત્તર–
પાછાઁવગોળ, ચાવજંતદેવ જાગો, ઘા, વિષaगोविय, अभिभतरोतवोहोइ. ॥३०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org