________________
૪૩૬
શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૮ મે.
હે ગૌતમ! હું પણ એમ કહું છું, એમ ભાખું છું, એમ પ્રજ્ઞા પ્રકાશું છું, એમ પરૂપું છું કે-પૂર્વ તપે કરી દેવા (ધર્મદેવ-સાધુ) દેવકને વિષે ઉપજે છે. પૂર્વ સંજમે કરી સાધુ દેવકને વિષે ઉપજે છે. કર્મો કરી. દેવા-સાધુ દેવલેકને વિષે ઉપજે છે. પુદ્ગલને સંગે દેવા-સાધુ દેવકને વિષે ઉપજે છે. પૂર્વ તપે કરી, પૂર્વ સંજમે કરી, કર્મો કરી, સંગે કરી હે આર્ય! દેવા-ધર્મદેવ દેવલેકને વિષે ઉપજે છે. સાચે એ છે અર્થ નિશે કરી આત્મભાવની વક્તવ્યતા નથી.
ત્યાં પણ એજ પ્રમાણે પાઠ બેલા છે તો શું ભગવંતે એમ કહ્યું કે મારા આત્મભાવની વકતવ્યતાએ કહેતે નથી, એટલે હું મારી બુદ્ધિએ કહેતે નથી, એમ તે કદી હાય નહિ. એ પ્રમાણે જે તીર્થકર મહારાજ પોતે કહે તે પ્રથમનું પોતાનું વાક્ય જે, અહં પણ ગાયમા એવમાઇકખામિ એ વાક્ય નિરર્થક કરે? માટે એ અર્થ લાગુ થતું નથી. પણ સ્થિવરનું વાક્ય અને ભગવંતનું વાક્ય એકજ અર્થવાળું હોય તે જ તે પ્રમાણે કહેવાય. માટે બને ઠેકાણે નીકળેલા વાક્યને અર્થ સરખેજ અને બન્નેને હેતુ પણ એકજ છે કે દેવલેકની ઉત્પત્તિને માટે એ ચાર બેલ કહ્યા તેજ છે, પણ આત્મભાવની વકતવ્યતા નથી. આત્મા આત્મ ભાવે તો મેક્ષજ જાય એ અર્થ સાચા છે. એ પ્રમાણે સ્થિવરનું અને ભગવંતનું એકજ વાક્ય છે અને પરમ પૂજ્ય શ્રીગોપાલજી સ્વામીના મુખ થકી પણ એજ પ્રમાણે અર્થ સાંભળે છે, માટે એ વાત સત્ય લાગે છે. તત્ત્વ કેવળીગમ્ય.
પ્રશ્ન ૧૧–ભગવતીજીમાં કહ્યા પ્રમાણે સજમનું અણઆશ્રવ ફળ અને તપનું દાણ ફળ કહ્યું તે આશ્રવ બંધ થવાનાં કારણે સંજમીને કયાં કયાં હોવા જોઈએ ? અને કેવા પ્રકારના તપથી કર્મ બેદાં થાય છે. અર્થાત કર્મને નાશ થાય છે, વગેરે સ્વરૂપ જણાવશે ?
ઉત્તર–ઉત્તરાધ્યયનના ૩૦ મા અધ્યયનમાં કહ્યું છે કે
पाणवह मुसावाया अदत्त मेहुण परिग्गहाओ विरओ, राईभोयणंविरओ जीवो भवइ अणासवा; ॥२॥ पंचसमिओ तिगुत्तो अकसाओ, जिइंदिओ अगारवो य, निसल्लो, जोवो भवइ अणासवो. ॥३।
અર્થ–પ્રાણવ, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ અને રાત્રિ ભેજનથી વિરક્ત રહેવાથી જીવ નિરાશ્રવ (પાપહેતુ રહિત) બને છે, (૨) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિએ સહિત, કષાય રહિત, છદ્રિય, ગર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org