________________
૪૩૪ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મો.
સમક્તિ સહિત અંતરંગ ભાવે અઢાર પાપસ્થાનકના અવતનું પચ્ચખવું તે નિશ્ચય ચારિત્ર કહીએ અને તે સહિત પાંચ મહાવ્રત, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ પ્રમુખ વિષે પ્રવર્તવું તે શુદ્ધ વ્યવહાર ચારિત્ર.
નિશ્ચય વ્યવહાર તપનું સ્વરૂપ-સમક્તિ સહિત એવા ચારિત્રના રસને વિષે વીર્ય સહિત દ્રવ્ય આત્માનું તલાલીનપણું તે ચારિત્ર આશ્રિત સદા સર્વદા નિ તપ કહીએ, અને તેણે કરીને સહિત બાર પ્રકારે અશનાદિક તપને વિષે એકાંત નિર્જરાને અર્થે પ્રવર્તવું તે શુદ્ધભાવ વ્યવહાર તપ જાણો.
હવે દ્રવ્યભાવ ચારિત્ર તપ કહે છે. પાને ૩૦૬ મે ત્રણ સ્થાવર જીવના આરંભથી તથા સર્વ આશ્રવથી નિવર્તવું તે દ્રવ્યથી ચારિત્ર કહીએ, સર્વ પદાર્થને વિષે મૂછભાવ રહિતપણે વર્તે તે ભાવથી ચારિત્ર કહીએ.
સમક્તિ સહિત બાર પ્રકારના તપનું કરવું તે દ્રવ્યથી તપ કહીએ. એકાંત નિર્જરાને અર્થે તપ કરે તે ભાવથી તપ કહીએ ઈતિ –
ઉપર કહેલા નિશ્ચય વ્યવહાર, તથા દ્રવ્યભાવ ચારિત્ર અને તપ તો સમકિત સહિત સંજમ ગુણવાળાને માટે સરખી રીતે લાગુ કર્યા છે. તે તો છઠ્ઠા ગુણસ્થાનવાળા અને સારી રીતે લાગુ થાય છે. અર્થાત્ અગીઆરમાં ગુણઠાણાવાળા સુધીના જીવ પણ નિશ્ચય વ્યવહાર તથા દ્રવ્યભાવ ચારિત્ર અને તપના અધિકારી છે અને તેની ગતિ પણ દેવલેકની જ હોય છે, માટે તે ચારે બોલ પૂર્વ સંજમ તપને જ લાગુ થાય છે.
અને ઉત્તર સંજમ તપ તો ક્ષપકશ્રેણી અને અત્યંતર તપમાં ધ્યાનમાં પણ શુકલધ્યાનના ચાર પાયાની શ્રેણીએ ચડેલાને અભ્યત્તર તપ શેજ તદ્દભવ મેક્ષ ફળને આપે છે, તે વાત સૂત્રને ન્યાયે સત્ય જણાય છે.
પ્રશ્ન ૮–સ્થિવરજીએ પૂર્વે કહેલા ચાર બેલને અને કહ્યું છે કે सच्चेणं एस मठे नो चेवणं आयभाव वत्तवयाए. એ પદમાં શું જણાવ્યું છે ?
ઉત્તર–એ પદમાં એમ જણાવ્યું છે કે ધર્મદેવની ગતિ તો પ્રત્યે મેક્ષની જ હેવી જોઈએ, છતાં દેવલોકમાં જાય તે પૂર્વના સંજમે કરી, પૂર્વના તપે કરી, તથા શેષ કર્મ રહેવાથી, અને પુદ્ગલના સંગે દેવા દેવલેએસુ ઉવવજતિ ને ચેવણું આયભાવ વત્તવયા એ અર્થ સાચે છે એટલે દેવલેકમાં જવાની નિશ્ચ કરીને આત્મભાવની વ્યક્તવ્યતા નથી. આત્મા આમ ભાવે તો મેક્ષ ગતિનેજ અધિકારી છે. જેમ તુંબી તુંબીને ભાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org