________________
૪૨૦
શ્રી પ્રકાર મિહનમાળ-ભાગ ૭ મે.
એ ચાર સૂત્ર મુખ્ય માટે તીર્થકરના તીર્થ સુધી પ્રવર્તે, વિચ્છેદ ન જાય. મુખ્ય માટે સ્થિર રહે એમ કહ્યું છે.
પ્રશ્ન ૭૩–જંબુદ્વિપ પન્નતિમાં કહ્યું છે કે, પાંચમા આરાના ૩ ભાગ કરવા અને ત્રીજા ભાગમાં રાજનીતિ વગેરે કેટલાક બેલ વિચ્છેદ જાશે તે કેમ ?
ઉત્તર–કમેક્રમે તમામ બાબત એછી થાશે, પરંતુ છ આરે બેસવા પહેલાં જ્યારે જે વસ્તુ વિચ્છેદ જાય તે ઉપલા ત્રીજા ભાગમાંજ ગણાય.
પ્રશ્ન ૭૪–ભગવતીજી શતક રૂપમાં ઉદેશે ઉમે સંજયના અધિકાર ઉપગારમાં સૂકમ સં૫રાય ચારિત્રમાં (૧૦ મે ગુણઠાણે) પાવર દોષના, ગાવા દો. એક સાગાર ઉપયોગ કહ્યો. મણાગાર ઉપગની ના કહી તેનું શું કારણ? દશમાં ગુણઠાણની સ્થિતિ અંતર્મુહૂર્તની છે ને ઉપગ એકજ કહ્યો અને બીજા ગુણઠાણ અંતર્મુહૂર્તની સ્થિતિના કહ્યાં છે, તેમાં ઉપયોગ બે કહ્યા છે અને અહિંયાં એકજ કહેવાનું શું કારણ ?
ઉત્તર—દર્શન ઉપયોગ વિના કેઈ જીવ નથી અને એક ૧૦મા ગુણઠાણેજ દર્શન ઉપગ નથી. તેનું કારણ દલપતના ૯મા પ્રશ્નમાં એમ જણાવે છે કે ૧૦મા ગુણઠાણની સ્થિતિ જઘન્ય ને ઉત્કૃષ્ટી અંતર્મુહૂર્તની છે. કાલ નિપટ ઘેડે છે. દર્શન છે પણ દર્શનને ઉપયોગ નથી તથા સૂક્ષ્મ સંપરાને સ્વભાવ માત્ર જ્ઞાન ઉપગને જ છે, દર્શન ઉપગને નથી એમ કહ્યું છે
પ્રશ્ન ૭૫–ઉત્તરાધ્યયનના ૧૮મા અધ્યયનમાં સંજતી રાજઋષિને અધિકાર છે તે સંજતી રાજઋષિ કયારે થયા?
ઉત્તર–સંજતીરાજર્ષિ શ્રી મહાવીર સ્વામીના વારે થયા છે. સાખ ઠાણાંગ ઠાણે ૮મે.
પ્રશ્ન ૭૬–રેગની ઉત્પતિ કેટલા કારણે થાય ?
ઉત્તર–ઠાણાંગ ઠાણે મેં કહ્યું છે કે માણસને નવ પ્રકારે રેગ ઉત્પન્ન થાય છે તે એ કે
(1) અતિ આસન કહેતાં ઘણું બેસી રહેવાથી, તથા ઘણું ખાવાથી.
(૨) અહિત આહાર કરવાથી, તથા અહિત બેસવાથી, એટલે જેથી શરીરને નુકશાન થાય તેવી ચીજ ખાવાથી તથા નુકસાન થાય તે પ્રમાણે બેસવાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org