________________
શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા-ભાગ ૭ મે,
૪૦પ
હવે પરબી પાળવાને માટે એ સૂત્રમાં ખુલ્લો દાખેલે નથી, પણ પૂર્વાચાર્યોએ ભવ્ય જેના હિતને માટે એ સ્થિતિઓ ધર્મકરણીમાં તથા ત્યાગ વૈરાગ્યમાં જોડવાને માટે પ્રતિપાદન કરેલ છે તેને હેતુ એમ પણ જણાય છે કે-દરેક જીવને આવતા ભવના આઉખાને બંધ ચાલતા ભવના આઉખાના ત્રીજે ભાગે પડે છે એમ આઉખાના અંત સુધી ત્રીજા યા ત્રીજાના ત્રીજા ભાગની છેવટ સુધીની ગણના કરી છે તે પણ ચાલતા માસની ગમે તે તિથિમાં થાય. માટે દરેક તિથિ તે શાસ્ત્રના નિયમ પ્રમાણે વ્રત, નિયમ ત્યાગ, વૈરાગ્ય વાળીજ હેવી જોઈએ. એટલા માટે જ્ઞાની પુરૂએ નિત્ય નિયમની સંકલના કરી છે. અને તે પ્રમાણે ન વર્તી શકે તેને માટે આઉખાના બંધના નિયમ પ્રમાણે તિથિઓમાં પણ ત્રીજે ત્રીજે ભાગે બબ્બે દનીયા છોડી દઈને ત્રીજી તિથિએ એટલે બીજ, પાંચમ, આઠમ, અગીયારસ અને ચૌદશ પાખી, (પુનમ અને અમાવસ્યા ભારે હેવાથી તે પણ સાથે ગણી) એ તિથિઓમાં વ્રત, નિયમ, પચ્ચખાણ, ત્યાગ વૈરાગ્ય વગેરે હોય અને આઉખાની હદ પૂરી થવાને સમય તથા આઉખાને બંધ પડ– વાને સમય લાગુ થાય તે તે જીવને સારી ગતિમાં જવાનું બંધ પડે અને તેની ગતિ પણ સુધરે. એવા હેતુથી છપરબીનું પ્રતિપાદન કર્યું હોય એમ જણાય છે,
પ્રશ્ન ૨૬-ભરત ક્ષેત્રમાં, માગધ, વરદામ, ને પ્રભાસ, એ ત્રણ તીર્થ કહ્યાં છે. તે આખા જંબુદ્વીપમાં કેટલા તીર્થ હોય?
ઉત્તર–ભરત, ઈશ્વત, અને મહાવિદેહનાં મળી ત્રણ ત્રણ ગણતાં ૧૦૨ થાય સાખ જંબુદ્વીપ પનત્તિની.
પ્રશ્ન ૨૭–ભરત ઈવતનાં તીર્થે લવણ સમુદ્રમાં કહ્યું છે તે મહા • વિદેહનાં તીર્થ કયાં છે?
ઉત્તર—બત્રીશે વિજયનાં મળી ૯૬ તીર્થ તે સીતા સીતાદા નદીમાં છે શાખ જંબુદ્વીપ પન્નત્તિની.
પ્રશ્ન ૨૮–જબુદ્વીપ પન્નતિમાં કહ્યું કે ભરત ચક્રવતિને ત્યાં છપન્ન અંતર દ્વીપ છે તે ક્યા?
ઉત્તર–જગતીની અંદર લવણ સમુદ્રની ખાડીમાં ભરતક્ષેત્રની હદમાં પ૬ અંતરદ્વીપ છે, તે ચક્રવતિની હદમાં તેના સ્વાધીનના છે જુગલીયાના છપન અંતરદ્વીપ કહ્યા છે તે આ નહિ. જુગલીયાના તે જંબુદ્વીપ બહાર લવણ સમુદ્રમાં છે અને આજે કહ્યા તે જગતીની અંદરના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org