________________
૪૦૪
શ્રી પ્રકાર મોહનમાળા–ભાગ ૭ મિ.
ઉત્તર–તે તિથિએ ડગમાલાને ભરતી ઓટ આવે છે. એટલે લવણ સમુદ્રમાં દશ હજાર જેજનને જાડ અને ૧૬ હજાર જેજનને ઉંચે મધ્ય ભાગે ડગમળે છે, તેમાં ચાર દિશિએ લાખ લાખ જેજન ઉંડા ને પહોળા ચાર પાતાળ કળશ છે. તેમાંથી પવનના જોરે પાણી ઉછળીને ડગમાળાના શિખરે ચડે છે. હંમેશાં આ પ્રમાણે બે વખત ભરતી ઓટ થયાં કરે છે. તેમાં આઠમ ચૌદશ પાખીએ ડગમાળાનું વિશેષ ઉછળવાપણું થવાનો સંભવ છે. તે ઉપરથી ગૌતમ સ્વામીએ ભગવંતને પ્રશ્ન કર્યું છે કે તે ડગમાળો ઝાલક મારી જંબુદ્વીપને કેમ બળ નથી ? તેના ઉત્તરમાં ભગવતે જણાવ્યું કે-ઉત્તમ પુરૂષે તથા ચાર તીર્થ વગેરેનાં પુણ્યને લીધે બળતું નથી. એમ જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે. એ ઉપરથી તે તિથિએ ધર્મ કરણી કરવી કહી હોય તે ના નહીં.
પ્રશ્ન ૨૫–શાસ્ત્રમાં આઠમ ચૌદશ ને પાખી (પૂનેમ કે અમાયાયા) એ ત્રણજ તિથિ ધર્મકરણીને માટે કહી છે. છતાં છપરબી જે બીજ. પાંચમ, આઠમ, અગ્યારશ, ચૌદશ ને પાખી. એ છ તિથિઓ પાળવાનું શું કારણ?
ઉત્તર–ચારે તીર્થને માટે, દરેક તિથિ ધર્મકરણીને માટે તે ખુલ્લી જ છે, પણ ષિા ઉપવાસાદિ હંમેશાં બની શકતા નથી. માટે ભગવંતે સાત સાત દિવસને આંતરે પિષે ઉપવાસ અવશ્ય કરવાની કરણી બતાવી છે. તેમાં પણ અનેક હેતુઓ સમાયેલા છે.
૧. એક તે એ કે, પિતાની ઈ યે કબજામાં રહે.
૨. બીજે ગુણ, શરીર અને આહારદિક ઉપરથી મૂછ ઉતરે તેન્ન છ કાયાના આરંભને ત્યાગ થાય તેથી અનંતી નિર્જરા પ્રાપ્ત થાય.
૩. ત્રીજે ગુણ, દેહ દુખે મહા ફલ. દેહને છતી શક્તિએ કષ્ટ સહન કરવાથી દ્રવ્ય ને ભાવે મહા લાભદાયક થાય છે.
૪. ચોથે ગુણ, વૈદક શાસ્ત્રના નિયમ પ્રમાણે ઉપવાસ કરવાઅજીર્ણ અપ વગેરે રોગોત્પત્તિ થતી અટકે છે અને થયેલ હોય તેને નાશ થાય છે
પ. પાંચમ ગુણ, જેને ઉપવાસાદિ કરવાની પ્રેકટીસ હોય તેને કઈ વખત રાજદ્વારી આફત આવી પડે તે તેને તેવી મુશીબત વિશેષ નડતી નથી. અને સમભાવથી તેવા પરિસહ સહન કરે તે ઘણું નિર્જરા થવા સાદ આવેલા કણનું ટુંકી મુદતમાં નિવારણ થાય છે. એમ દવે ને ભાવે મહા લાભ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org