________________
૪૦૨
શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૭ મે.
તેમજ પુષ્કર દ્વીપના ગણવા હોય ત્યારે કાળોદધિના ત્રણ ગુણ કરી ઘાતકી ખંડ, લવણ સમુદ્રને જંબુદ્વીપના ભેળવતાં પુષ્કરદ્વીપના થાય. એટલે કાળદધિના કરે તેને ત્રણ ગણું કરતાં ૧૨૬ થાય, ભેગા ઘાતકી ખંડના ૧૨ લવણું સમુદ્રના ૪ ને જંબુદ્વીપના ૨ ભેળવંત ૧૪૪ ચંદ્ર સૂર્ય પુષ્કર દ્વીપના જાણવા, એમજ જે દ્વીપ સમુદ્રની પૃચ્છા હોય તેહના પહેલાના ત્રણ ગુણ કરી તેની અંદર પ્રથમની પેઠે પાછળના ભેળવંતા જેટલા થાય તેટલા તે દ્વીપ સમુદ્રના જાણવા. શાખ જીવાભિગમ તથા સંગ્રહણીની.
પ્રશ્ન ૨૨–છપન અંતરદ્વીપા જે છે તેમાં એકેક દાઢા ઉપર સાત સાત અંતરદ્વીપ કહ્યા છે તેને કેટલાક ગજદતા આકારે કહે છે અને કેટલાક એમ કહે છે કે દાઢા ઉપર અધર દ્વીપાના રહેનારા એમ કહેલ છે. એટલે તે દાઢા શું અધર ચૂલહિમવંતમાંથી નીકળીને ચાલી કે કેમ? વળી દાઢા તે મૂળમાં સાંકડી ને ઉપર પહેલી હોય છે. ને અહિં તે ગજ (હાથી) ને દાંતને આકાર બતાવે છે માટે તે વિષે શું સમજવું?
ઉત્તર–જીવાભિગમ સૂત્રની ત્રીજી પડિવૃત્તિમાં તથા પન્નવણાજી બાબુવાળા છાપેલ પાને પ૬ મે, ટીકામાં કહ્યું છે કે-ચુલહિમવંત પર્વતના ચરમાંતથી તથા શિખરી પર્વતના ચરમાંતથી એકેક દિશે કે તારે
છું વનિતે બે બે ગજાંતા આકારે દાઢાઓ નીકળી છે. તે હેઠે મૂળમાંથી ચાલી છે. નીકળતાં સાંકડી છેડે જતાં પહોળી તેમાં આંતરે આંતરે દ્વીપ નીકળ્યા છે. વચ્ચે વચ્ચે આંતરમાં પાણી રહેલ છે. અને તે દાઢા પણ પાણી– માંજ ચાલી છે. તે દાઢામાંથીજ દ્વીપ નીકળ્યા છે. તે દ્વીપ ઉપર જુગલિયાં મનુષ્ય રહે છે, માટે અંતરદ્વીપનાં મનુષ્ય કહ્યાં. તે દાઢા જેમ જેમ આગળ ચાલી તેમ તેમ પહેળી પડેતી ગઈ અને ગદતના આકારે કામઠ વળતી ગઈ એટલે એક દ્વીપાથી બીજા દ્વીપાને જેટલું અંતરૂ તેટલું જ જગતીથી દ્વીપાને આંતરૂ થાય છે. એમ દરેક દ્વીપને જાણવું.
પ્રશ્ન ૨૩-લવણ સમુદ્રમાં પાતાલા કલશામાં ત્રણ ભાગ કર્યા તેમાં હેઠલા પહેલા ભાગમાં વાયર, અને બીજા વચલા ભાગમાં વાયરે ને પાણી બને, ત્રીજા ઉપલા ભાગમાં પાણી, એમ ત્રણે ભાગ જુદા જુદા કહ્યા તેમાં વચલા ભાગમાં વાયરે ને પાણી શી રીતે રહ્યાં ?
ઉત્તર–આમાં વિકલ્પ ઘણું સંભવે છે, તેમાં
૧. પ્રથમ એ કેવચલા ભાગના બે ભાગ કરવા તે પણ ઉભા બે ભાગ કરવા. તેમાં એક ભાગમાં વાયરે અને તે એક ભાગમાં પાણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org