________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા--ભાગ ૬ . ૩૮૭ સમકિતની મલીનતા થાય. વળી એમ પણ સંભવે છે કે તીર્થકર માતાના ઉદરમાં આવ્યા પહેલાં જ આગલા તીર્થકરના શાસનમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થવું બંધ પડે છે અને જ્યાં સુધી તીર્થકર જમ્યા બાદ દીક્ષા લઈ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી ચાર તીર્થની સ્થાપના કરે અને તેમના શાસનમાં ભળે ત્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. જ્યાં સુધી ન ભળે ત્યાં સુધી આગલા શાસનમાં કેવળજ્ઞાન અટકે છે.
દાખલા તરીકે–પાર્શ્વનાથ ભગવાનના સાધુ ગંગીઆ અણગાર મહા વિદ્વાન હોવા છતાં તીર્થકર માટે શંકાશીલ હતા કે ગશાળ તીર્થંકર ખરે કે મહાવીર ખરા? એક ક્ષેત્રે એક સમયે બે તીર્થકર હેય નહિ. જે કે ગોશાળા માટે તેને બહુ માન હતું નહિ. કારણ કે પાર્શ્વનાથના પડવાઇ થયેલા દિગ્ગારિયે તેની પાસે કાયમ રહેતા હતા અને તેનાથી જ તેનું માહાત્મ્ય વધ્યું હતું, એમ તે જાણતા હતા. પણ મહાવીરને માટે પરીક્ષા કરવાની જરૂર છે, એમ વિચારી મહાવીર પાસે આવ્યા અને દિગ્ગામેવ વંદણા નમસ્કાર કર્યા વિના ઉભા રહ્યા. મહાવીરનાં એક હજાર ને આઠ ઉત્તમ લક્ષણ શરીર સંબંધી પોતે જાણતા છતાં એમ માનતા કે-જિનપદ નહિ શરીરમેં, જિનપદ ચૈતન્ય માંય; તીર્થ કરપદ કાંઈ શરીરથી સિદ્ધ થતું નથી, પણ જ્ઞાનથી સિદ્ધ થાય છે. માટે પાર્શ્વનાથ ભગવાને પ્રરૂપેલા જીવની ઉત્પત્તિના ભાંગ જે પ્રકાશે તે તે કેવળી સિવાય બીજો પ્રકાશી શકે નહિ અને હું જે જાણું છું તે પાર્શ્વનાથ ભગવાનના કહ્યાથી જાણું છું આ બધે અભિપ્રાય મહાવીર દેવે જાણુંને ગંગીયા અણગારની શંકાનું સમાધાન કરી બતાવ્યું ભગવંતને વાંદી ભગવંતના શાસનમાં ભળ્યા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષ ગયા.
આવા હેતુથી આગલા તીર્થકંરના શાસનના સાધુ વર્તમાન તીર્થકરના શાસનમાં ભળે અને ચાલતા શાસનની પ્રવૃત્તિ પ્રમાણે વતે એ સદાકાળને નિયમ છે.
પ્રશ્ન ૯૮–શ્રી ભગવતીજીના પહેલા શતકના બીજે ઉદ્દેશ વિરાધક સંજમી જઘન્ય ભવનપતિમાં જાય અને ઉકૃષ્ટ સુધર્મ દેવકે જાય એમ કહ્યું છે. છતા જ્ઞાતાજી સૂત્રમાં સુકુમાલિકા વિરાધક સંજમી ઈશાન [બીજા) દેવલેકમાં ગઈ તેનું શું કારણ? ઉત્તર—તે દેશથી વિરાધક છે અને ભદ્રિક પ્રણામી છે, માટે બીજા દેવલેકે ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org