________________
૩૮૬ શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૬ ઠ્ઠો. - ઉત્તર–કેશી સ્વામીએ તમામ પ્રશ્નોના ઉત્તર ગૌતમ સ્વામીના મુખેથી સાંભળ્યા બાદ ૨૩ માં અધ્યયનની ૮૬ અને ૮૭મી ગાથામાં કહ્યું છે કે કેશી સ્વામીને તમામ સંશય ગૌતમ સ્વામીએ છેદ્યા બાદ ઘર પરાક્રમના ધણી એવા કેશી સ્વામી તે પિતે ઉભા થઈ ગૌતમ સ્વામીને નમસ્કાર કરી ગોતમ સ્વામીની પાસે પાંચ મહાવ્રતરૂપ ધર્મ અંગીકાર કર્યો અને સૂર મુરિ સૂત્ર એટલે પ્રરૂપણ અને શીલ એટલે આચાર સરખે કર્યો. અર્થાત્ મહાવીરના શાસનમાં કેશી સ્વામી ભળ્યા અને મહાવીરને શાસનની પ્રવૃત્તિ પ્રમાણે પિતાની પ્રવૃત્તિ ચલાવી અને આહાર પાણીની સમાચારી પણ સરખી કરી.
પ્રશ્ન ૯૮–-અહિંયાં કઈ કહે કે કેશી સ્વામીએ છેદપસ્થાપનીય ચારિત્ર અંગીકાર કર્યું કે કેમ? અને જે અંગીકાર કર્યું હોય તે તેને કાળ તે જઘન્ય ૭ દિવસને ને ઉત્કૃષ્ટ ૬ મહિનાને જ કહ્યો છે તે તેથી ઉપરાંત છેદપસ્થાપનીય અદરાવાને કાળ નથી તેનું શું સમજવું ?
ઉત્તર--એ તે પહેલા છેલ્લા તીર્થકરના સાધુ સામાયિક ચારિત્રવાળા હોય, તેના માટે જઘન્ય છ દિવસ અને ઉત્કૃષ્ટ છ મહિને છેદો પસ્થાપનિય ચારિત્ર અદરાવવાનો નિયમ છે. પણ શાસનના ભેદે એ નિયમ હોય એમ જણાતું નથી. પાર્શ્વનાથ ભગવાનના સાધુ મહાવીર દેવના શાસનમાં
જ્યારે ભળે ત્યારે છેદપસ્થાપનીય ચારિત્ર આદરે. અને અષભદેવ ભગ– વાનના સાધુ અજીતનાથ તીર્થકરના શાસનમાં ભળે ત્યારે તે છેદાપિ સ્થાપનીય ચારિત્રની પ્રવૃત્તિ બંધ પાડી સામાયિક ચારિત્રની પ્રવૃત્તિને સ્વીકાર કરે. એમ અનાદિ કાળની સ્થિતિ ચાલી આવે છે કે આગલા તીર્થ કરના સાધુ પાછળના તીર્થકરના શાસનમાં અવશ્ય ભળે અને તેમની પ્રવૃત્તિ પ્રમાણે પ્રવર્તી એ સદાને નિયમ છે.
પ્રશ્ન ૭–આગલા તીર્થકરના સાધુને પાછળના તીર્થકરના શાસનમાં અવશ્ય ભળવું જોઈએ. તેનું શું કારણ? અને ન ભળે તે તને શું દોષ ?
ઉત્તર—દરેક તીર્થકરનું એકજ શાસન હેવું જોઈએ, બે શાસનની હયાતી ધરાવતી હોય ત્યાં શંકાશીલપણું વધારે રહે એક બીજાને પક્ષની મજબુતી કરવા માટે મમત્વ ભાવ પ્રગટે. એક બીજાના પક્ષને ખરે ખેટો કહેવાને એટલે પોતાને પક્ષ ખરે, ઠરાવવા થાય ઉત્થાપ કરે પડે. આનું પરિણામ આવે કે તીર્થકર વિષે પણ શંકા કરવી પડે. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org