________________
૩૮૪ શ્રી પ્રત્તર મોહનમાળા–ભાગ ૬ ઠ્ઠો. નિક રાજા વગેરેની પુત્રીઓ સર્વ જાણવી અને અંતગડ સૂત્રમાં શ્રીકૃષ્ણ મહારાજને સેળ હજાર સ્ત્રીઓ કહી, ત્યાં દેવી એ પાઠ છે, તે ઉપરથી મોટા રાજાની પુત્રીએ જાણવી.
પ્રશ્ન ૮૯–- શ્રી રાયપણી સૂત્રમાં કેશીકુમાર શ્રમણને ૪ જ્ઞાન કહ્યાં તે કેશી સ્વામી અને ઉત્તરાધ્યયનના ૨૩ મા અધ્યયનમાં કેશી કુમાર શ્રમણને ૩ જ્ઞાન કહ્યાં. તે બને કેશી સ્વામી જુદા કે એક ?
ઉત્તર--તે બને કેશી સ્વામી જુદા જાણવા. કારણ કે ચાર જ્ઞાનવાળા કેશી કુમારે રાજા પ્રદેશી પાસે ચાર મહાવ્રતરૂપ ધર્મ પર છે, અને ત્રણ જ્ઞાનવાળા કેશી કુમાર તે શ્રી ગૌતમ સ્વામી ભેગા ભળ્યા. માટે બને જુદા છે.
પ્રશ્ન ૯ –ત્યારે કોઈ કહે કે-ગૌતમ સ્વામી ભેગા ભળ્યા પછી કેશી સ્વામીને થું જ્ઞાન ઉપન્યું હોય અને પછી પ્રદેશ રાજાને બુઝવ્યા હોય તે ના કેમ કહેવાય ?
ઉત્તર-– ગૌતમ સ્વામી ભેગા ભળ્યા પછી કેશી સ્વામીએ પ્રદેશી રાજાને ઉપદેશ દીધો હોય તે પાંચ મહાવ્રતરૂપ ધર્મ પ્રરૂપત, પણ ત્યાં તે ચાર મહાવ્રતરૂપ ધર્મ પરૂપે છે. માટે બને કેશી કુમાર જુદા જાણવા.
પ્રશ્ન ૯૧–-ગૌતમ સ્વામી અને કેશી સ્વામી અને પાંચ પાંચસે શિષ્યના પરિવારે સાવથી નગરીએ પધાર્યા અને બન્નેને મેળાપ થયે તે બનેમાં મોટા કેણ સમજવા?
ઉત્તર--દીક્ષાએ દીતે કેશી સ્વામી મોટા સંભવે છે. પણ પદવીએ મટે ગૌતમ સ્વામી છે. કારણ કે--કેશી સ્વામી આચાર્ય પદવીના ધણી છે, અને ગૌતમ સ્વામી ગણધર પદવીના ધણી છે. વળી કેશી સ્વામી ૧૧ અંગના જાણું અને ત્રણ જ્ઞાનના ધણી છે, અને ગૌતમ સ્વામી ૧૨ અંગના જાણ અને જ્ઞાનના ધણી છે. માટે ગૌતમ સ્વામી જ્ઞાન અને પદવીએ મટે છે.
પ્રશ્ન ૯૨-જે ગૌતમ સ્વામી જ્ઞાન અને પદવીએ મેટા છે તે તે કેશી સ્વામીને સન્મુખ કેપ્ટક બાગમાંથી તંદુક બાગમાં કેમ ગયા?
ઉત્તર--ગૌતમ સ્વામી કેશી સ્વામીના સન્મુખ ગયા તેનાં બે કારણ છે. એક તો એ કે-કેશી સ્વામી દીક્ષાએ મોટા છે, એમ જાણી અને બીજું કારણ પાર્શ્વનાથ ભગવાન મહાવીર સ્વામી પહેલાં તીર્થકર થયા છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org