________________
૨૮૦ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૬ .
૧ દાખલે પહેલે-આચારાંગ સૂત્ર શ્રુતસ્કંધ ૨ જે, અધ્યયન ૧૬ મે, મંડાતાં મહાવીર સ્વામીનાં પંચ હત્યુત્તરા હત્યા કહ્યા. એટલે ઉત્તરા ફાલ્ગણી નક્ષત્રમાં પાંચ કલ્યાણક થયાં. તેમાં ગપ્લાઓ ગર્ણ સાહરીએ એ પાઠ મૂકે છે. અને વળી મૂળ પાઠમાં પણ કહ્યું છે કે દેવાનંદા બ્રાહ્મણીની કુશી થકી મહાવીર સ્વામીને ગર્ભ સાહરીને ત્રિશલા દેવી ક્ષત્રિયાણીની કુક્ષીને વિષે હરિણગમેલી દેવે મૂકો.
૨. દાખલે બીજો–ભગવતીજી શતક ૯ મે, ઉદ્દેશે ૩૩ મે ભગવંત મહાવીર દેવને દેખીને દેવાનંદાને પાને ચડે, તે વખતે ગૌતમ સ્વામીએ પૂછયું અને ભગવંતે કહ્યું છે કે-હે ગૌતમ! એ તે મરી અમાં તેમની કુક્ષીને વિષે સાડીખ્યાશી રાત્રિ રહ્યો છું. તે વિચારે કે–તેજ ભવની માતા છે તે પાને ચડયે અને ભગવંતે મારી માતા કહી.
૩. દાખલ ત્રીજે-સમવાયાંગજીમાં કહ્યું કે–પિટીલના ભવથી છઠ્ઠો ભવ મહાવીરને છે. તે છ ભવની મેળવણ કરતાં પહેલે ભવ પિટીલને ૧, બીજે ભવ આઠમા દેવલોકે સર્વાર્થસિદ્ધ વિમાને (આઠમા દેવલેકે એવું વિમાનનું નામ છે) ૨, ત્રીજે ભવ નંદ રાજાને ૩, ચોથો ભવ દશમા દેવલકને ૪, પાંચમે ભવ દેવાનંદાજીની કુખે ઉપજ્યા, અને છઠ્ઠો ભવ ત્રિશલાદે રાણીની કુખેથી અવતર્યા ૬, એ લેખે મહાવીરના ગર્ભનું સાહરણ થયું સાખીત થાય છે.
૪. દાખલ થે-દશદ્યુત સ્કંધ સૂત્ર અધ્યયન ૮ મે, ભગવંતને ગર્ભ સાહરણ કર્યાને અધિકાર છે. સમાગો સાgિ એ પાઠ છે.
૫. દાખલે પાંચમેઠાણગજીના ૧૦ મે ટાણે, દશ પ્રકારનાં આછેર કહ્યાં છે. તેમાં ગષ્મ સાહરણ એ પાઠ છે.
ઉપરના પાંચ દાખલ ભગવંત મહાવીર દેવના ગર્ભનું સાહરણ થયું છે, એમ સૂત્રપાઠ થી નિર્ણય થાય છે. છતાં એથી ઉલટું બોલવું તે સૂત્ર અને ભગવંતની આશાતના લાગવા જેવું વાક્ય થાય છે કે નહિ તેને વિચાર એ ઉચ્ચાર કરનારાએજ કરે.
પ્રશ્ન ૭૮– મહાવીર સ્વામીના ગર્ભનું સાહરણ હરિણગમેલી દેવે કેવી રીતે કર્યું?
ઉત્તર–કલપસૂત્રમાં એક લેકરૂપેજ ગાથા કહી છે તે વાંચવામાં આવી છે. તે આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org