________________
૩૭૬ , શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા–ભાગ ૬ ઢો. વિમાનમાં ઉપન્યા. અને અનુત્તર વિમાનમાં મને કર સંકેત કર્યો જે આવતે ભવે અમને સંબેધજે. ઈત્યાદિ.)
આ ઉપરથી અનુત્તર વિમાનના દેવતા મને કરીને વાત કરે છે. આલાપ સલાપ કરે છે એમ નિશ્ચય થયું.
પ્રશ્ન ૬૯–ભગવંત મહાવીરને નિર્વાણ અઢાર દેશના રાજાએ કેમ જાણે?
ઉત્તર–કેટલાક કહે છે કે– અઢાર દેશના રાજા ચેડા કેણિકની લડા– ઈમાંથી પાછા વળ્યા તે વખતે વળતાં ભગવંતના દર્શનાથે પાવાપુરીએ આવ્યા ને બીજે દિવસે ભગવંતે બે દિવસને સંથાર કર્યો. એટલે અઢાર દેશના રાજાઓ પણ છઠ્ઠ પષા કરીને ત્યાં રહ્યા. એમ કેટલાકનું કહેવું છે, પણ તે વાત મળતી નથી, કારણ કે તે લડાઈને અને ભગવંતના નિર્વાણને આંતરૂં ઘણું છે, માટે તે સંબંધ મળે નહીં.
પ્રશ્ન ૭૦- ભગવંતના નિવણને અને કેણિકની લડાઈને કેટલું આંતરૂં છે તે સિદ્ધાંતથી નિર્ણય થાય તેમ છે?
ઉત્તર—કેણિકની લડાઈ તે શાળાની હયાતિમાં થઈ છે, શૈશાળે આઠ બોલની પરૂપણ કરી છે. તેમાં કહ્યું છે કેચરમ તીર્થકરને જ્યારે નિર્વાણ થાય ત્યારે આઠ ચરમ અવશ્ય થાય તેમાં ચરિમ સિંચાનક હસ્તિ અને મહાશીલકંટક સંગ્રામ કહેલ છે. વગેરે આઠ વાનાં જિનના નિર્વાણ કાળે જનજ હેય માટે હું હવે નિર્વાણ થઈશ. એમ થાય તે પિતાના નિર્વાણ માટે આઠ બોલ પરૂપ્યા છે. તે શાળાના કાળ સમય અને ભગવંત મહાવીરના નિર્વાણને ૧૬ વરસનું આંતરૂં છે. એમ ભગવતીજીના ૧૫ મા શતકમાં કહ્યું છે.
ગશાળે ભગવંત ઉપર તેજુલેશ્યા મૂકીને કહ્યું કે છે, કાસવા મારી તેજુલેશ્યાથી અત્યારે તે મુઓ નહિ, પણ આજથી છ મહિને મારી તેજુલેશ્યાથી તારૂં છદ્મસ્થપણામાં મૃત્યુ થશે. ત્યારે તે જ વખતે ભગવંતે કહ્યું કે મારે હજુ કેવળદશામાં ગધરતીની પેરે ૧૬ વરસ વિચરવું છે. આ ઉપરથી એમ જણાય છે કે-કણિકની લડાઈ ગે શાળાની હયાતીમાં થઈ હોય તે ભગવંતના નિર્વાણને ૧૬ વરસ ઝાઝેરું આંતરૂં હોવું જોઈએ. નીચેના દાખલાથી વધારે સાબીત થશે. 1 * કાળી આદિ દશ રાણીઓએ કાળીયાદિક દશ કુમાર લડાઈમાંથી જીવતા આવશે કે કેમ? તેવી પૃચ્છા ભગવંત પાસે કરી, અને ભગવતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org