________________
૩૭૦
શ્રી પ્રત્તર મેહમાળા–ભાગ દો. ક્ષય કરી ૧૩ માં ગુણઠાણે પહેલે સમયે કેવળજ્ઞાન પ્રગટ કરી ૧૪ મે ગુણ ઠાણે જઈ કાળ કરી સિદ્ધ થાય છે.
ક્ષીણ કષાય જથાખ્યાત ચારિત્ર છોડે તે મોક્ષે જ જાય. કારણ કે તે ચારિત્ર ૧૨ મે, ૧૩ મે, ૧૪ મે ગુણઠાણેજ હોય તે અપડવાઈ છે. માટે સિદ્ધજ થાય.
પ્રશ્ન ૫૫–ભગવતીજી શતક ૨૫મે ઉદ્દેશે ૭ મે સંન્યાને અધિ– કારે દ્વાર ૨૮ મા આકરખા દ્વારમાં કહ્યું છે કે–પરિહારવિશુદ્ધ ચારિત્રીને એક ભવ આશ્રી જઘન્ય ૧ વાર, ઉત્કૃષ્ટ ૩ વાર આવે. અને ઘણું ભવ આશ્રી જઘન્ય બેવાર, ઉત્કૃષ્ટી સાત આકરખા કહી. તેને ભવ ત્રણ કહ્યા તે શી રીતે ?
ઉત્તર-પરિહારવિશુદ્ધ ચારિત્ર, પહેલા છેલ્લા તીર્થકરના વારામાં હેય. તે એક ભવમાં ૧ વાર અથવા ઉત્કર્ટ ૩ વાર અંગીકાર કરે, તે મેટા આઉબાવાળા આશ્રી જણાય છે અને ઘણું ભવ આશ્રી જઘન્ય બે ને ઉત્કૃષ્ટી ૭ આકરખા કહી, તેની ૩ ભવ કહા છે, એટલે ત્રણ ભવમાં ૭ વાર આવે. ત્યાં અર્થકારે એમ કહ્યું છે કે, પહેલાં ભવમાં ૩ વાર, બીજા ભવમાં ૩ વાર ને ત્રીજા ભાવમાં એક વાર એમ ત્રણ ભવ કહ્યા; તે ઉપરાઉપર સલંગનના ન લેવા. કારણકે ઉપરાઉપરના લેતાં વચ્ચે બીજે ભવ દેવતાને આવે, તેમાં ચારિત્ર હોય નહિ. માટે ત્રણે ભવ ઘણું ભવ આથી મનુષ્યનાજ લેવા, કારણ કે પરિહારવિશુદ્ધ ચારિત્રનું આંતરૂં જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉલ્લુટું અર્ધ પુદ્ગલનું તે ઘણા ભવ આશ્રી મનુષ્યના ત્રણ ભવમાં સાતવાર આવે પછી મેક્ષ જાય.
પ્રશ્ન પ–સૂક્ષ્મસંપરાય અને જથાખ્યાત ચારિત્રમાં ભવ આશ્રી શી રીતે સમજવું ?
ઉત્તર–તેમાં પણ ત્રણ ત્રણ ભવ કહ્યા છે, તે પણ મનુષ્યનાજ ભવ આશ્રી સમજવું. એટલે સૂફમપરાય એક ભવ આશ્રી જઘન્ય ૧ વાર ને ઉછૂટું ૪ વાર આવે. ને ઉપશમ શ્રેણએ દસમે ગુણઠાણે ત્રણવાર ફરસીને પાછે આઠમે ગુણઠાણેથી ક્ષેપક શ્રેણીએ ચડી ચેથીવાર દશમું ગુણઠાણું ફરસી ૧૨ મે જાય. અપડિવાઈ થઈ મેક્ષ જાય.
બીજે ભેદ ઉપશમ શ્રેણીએ ચડેલે ૧૧ મે ગુણઠાણે બેવાર જતાં ૧૦ મું ગુણઠાણું ૪ વાર ફરસે. એટલે બે વાર ચડતાં ને બે વાર પડતાં. એમ ચાર વાર એક ભવમાં ફરસે તે કાળ કરી દેવેલેકમાં જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org