________________
શ્રી પ્રશ્નોત્તમોહન મોહન–માળા ભાગ ૬ . ૩૬૭ સ્થિતિ જોગવી પાછી ચક્રવર્તિની પદવી થાય. તે આશ્રી એક સાગર ઝાઝેરું આંતરૂં કહ્યું છે.
ઉત્તર–એ વાત ઠીક છે, પણ અહિંયાં નરદેવનું આંતરૂં કહ્યું છે. ધર્મદેવનું કહ્યું નથી. સૂત્રમાં ધર્મદેવનું આતરૂં જઘન્ય બે પલ્યોપમનું ઝાઝેરૂં કહ્યું છે. અને નરદેવનું અંતરૂં એક સાગર ઝાઝેરું કહ્યું છે એ ઉપરથી એમ જણાય છે કે નરદેવ નરદેવપણામાં મરી નરકમાં ઉપજે તે પહેલી નરકનાજ નીકળ્યા ચક્રવર્તિ થાય. માટે પહેલી નરકે એક સાગરોપમનું આઉખું ભેગવી ચકવર્તિપણે ઉપજે. ચક્ર ઉત્પન્ન થાય ત્યાં સુધીનું ઝાઝેરું આંતરૂં લેવું. આ વાત કાંઈક વધારે પ્રમાણવાળી જણાય છે.
પ્રશ્ન ૪૮–તે પછી બીજીવારનાં ચક્રવર્તિનાં દળ ક્યાં મેળવ્યાં? સાધુ સિવાયની ચક્રવર્તિની પદવીની ઉપરાજણ થઈ શકતી નથી, માટે ઉપરા ઉપર ચક્રવર્તિની પદવીમાં વચ્ચે નરકનું આંતરૂં લાગુ પડતું નથી.
ઉત્તર–ઉપરાઉપર ચકવતિની પદવીના દળની ઉપરજણ સાધુપણુમાંજ મેળવેલી હોય છે, તેજ વચ્ચે પહેલી નરકે એક સાગરોપમનું આઉખું ભેગવીને પદવીને પ્રાપ્ત થાય છે, દાખલા તરીકે–તાંદુલમચ્છ સાતમી નરકને નીકળે અંતમુહૂર્ત આઉખું ભેગવી પાછે સાતમી નરકે ઉત્કૃષ્ટી સ્થિતિએ ઉપજે તે તેણે નરકમાં ઉત્પન્ન થવાના ચાર બોલ માંહેલું કયું મહાકર્મ સેવ્યું છે?
જે કે માત્ર મલિન પરિણામથી સાતમી નરકને બંધ પડે તે વાત ખરી છે, પણ અંતર્મુહૂર્તની સ્થિતિમાં સાતમી નરકે જાય તેમાં કર્મના દળના સંચય વિના તેવા મલિન પરિણામ થઈ શકે નહિ, માટે જીવ પાસે સિલિકે–તરથાળે સાતમી નરકે ઉપજવાનાં દળ આત્મપ્રદેશની સાથે વાંજ જોઈએ માટે પ્રથમ તે જીવે સાતમી નરકે બેવાર જવાનાં ૬૬ સાગરોપમની સ્થિતિનાં દળ એકી સાથે મેળવેલાં હોય તે જીવ પ્રથમ સાતમી નરકે ૩૩ સાગરોપમનું આઉખું ભોગવી વચ્ચે તાંદુલમપણે અંતર્મહત્ત્વની સ્થિતિ ભેગવી પાછો સાતમી નરકે ઉત્કૃષ્ટી સ્થિતિએ ઉત્પન્ન થાય અને ૬૬ સાગરોપમનાં દળ પ્રથમ મેળવેલાં હતાં તે ભેગવી પૂરાં કરે. એ ન્યાયે બે વારના ચકવર્તિપણાનાં દળ પાગુ સાધુપણામાંજ મેળવેલાં ને વચ્ચે પહેલી નરકનો ભવ કરી એક સાગરોપમને આંતરે ચક્રવતિની પદવી પામે તેમાં વધે નથી.
પ્રશ્ન ૪૯-નરદેવ સર્વથી ઘેડા અને દેવાધિદેવ સંખ્યાત ગુણ કહ્યા તે કેમ મળે ? કારણ કે અઢીદ્વિપમાં ઉત્કૃષ્ટી ચક્રવર્તિ ૧૫૦ (એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org