________________
३६६
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા--ભાગ ૨ ડ્રો. મક્ષ જાય કે દેવગતિમાં જાય. તે પછી ચક્રવર્તિપણામાં અનુત્તર વિમાનનું આખું કેવી રીતે બાંધ્યું ? દિક્ષાને કાળ તે છેવટને છે અને આઉખાને બંધ કાળ તે પહેલાનો છે માટે આ વિષે શું સમજવું?
ઉત્તર–આ પ્રશ્ન ઘણુ ગહન છે. ચક્રવર્તિ ચક્રવર્તિપણામાં મરે તે અવશ્ય નરકે જાય એમ ભગવતીજીમાં કહ્યું છે એ વાત સત્ય છે. તેમજ ઉત્તમ પુરૂષ નિરૂપકમી હોવાથી તેના આઉખાને બંધ ત્રીજે ભાગે પડે એ પણ પન્નવણ સૂત્રમાં વાકય છે અને જે ઠેકાણે નરદેવની ગતિ નરકની કહી છે. તેજ અધિકારે સાધુની ગતિ મેક્ષની કે દેવેલેકમાં અનુત્તરવિમાન સુધીની કહી છે. તે સાધુપણ સિવાય સર્વાર્થસિદ્ધ વિમાનને બંધ ન પાડી શકે એ વાત પણ સિદ્ધ છે આ તમામ વાતને મજૂદ રાખી આ પ્રશ્નને ખુલાસે સૂત્રના ન્યાયથીજ થાય તેજ સે કઈ કબૂલ કરી શકે.
ભગવતીજીના ૨૫ મા શતકમાં ૭ ઉદ્દેશે સંજયાને અધિકારે કહ્યું છે કે ગૃહસ્થલિંગમાં પરિહાર વિશુદ્ધ વરજીને ૪ ચારિત્ર લાભે, અને ૭મે ગુણઠાણે પહેલાં ત્રણ ચારિત્ર લાભે. હવે ચકવર્તિ ચક્રવર્તિપણામાં કાં પહેલે ગુણઠાણે હોય કે કાં એથે ગુણઠાણે હેય. ચોથા ગુણઠાણાવાળે અવશ્ય દીક્ષા લે, ચેથા ગુણઠાણાવાળાની માગણી સાતમાં ગુણઠાણ સુધીની કહી છે. તે પરિણામે કરી સાતમ ગુણઠાણ સુધી ચડે છે, અને સાતમું ગુણઠાણું અપ્રમત્તપણાનું છે અને ત્યાં આઉખાને બંધ પણ કહ્યો છે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે–વજીનામ ચકવતિને એથે ગુણઠાણે રહ્યા આઉખાના બંધ સાતમાં ગુણઠાણાની પરિણામની ધારાએ ચડેલાને સર્વાર્થસિદ્ધના દેવતાના આયુષ્યને બંધ પડેલે અને ત્યાર પછી કેટલેક કાળે દીક્ષા લઈ સાધુપણામાં કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉપજ્યા હોય વાત બંધ બેસે છે.
પ્રશ્ન ૪૬–તે પછી સાધુપણામાં જપ, તપ, સંયમાદિક કરણી કરી તેનું ફળ કયાં ભેગવ્યું ?
ઉત્તર–સાધુપણમાં કરેલી કરણીથી તે તીર્થકર નામ કર્મની ઉપરાજણ કરી અર્થાત્ તીર્થકર શેત્ર બાંધ્યું, પહેલા તીર્થકર થયા.
પ્રશ્ન ૪૭–કેટલાક કહે છે કે-ચકવતિનું જઘન્ય આંતરૂં એક સાગર ઝાઝેરું કહ્યું છે, તે પહેલી નરક આશ્રી લેવું નહિ કારણ કે સાધુપણામાં ચક્રવર્તિ પદની ઉપરાજણ થાય છે, માટે પ્રથમ ચકવર્તિપણે ઉત્પન્ન થયા પછી દીક્ષા લઈ ફરી ચકવતિની પદવી ઉપરાઇ દેવલેકમાં એક સાગરેપમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org