________________
શ્રી પ્રત્તર મિહનમાળા-ભાગ ૬ ઠ્ઠો. તીર્થકર શેત્ર બાંધ્યું, ત્યાંથી સર્વાર્થસિદ્ધ દેવતા થાય ત્યાંથી આવીને અહિં આદિનાથ તીર્થકર થયા. એટલે આદિનાથના ભવ થકી મનુષ્યને પૂર્વભવ વજનાભ ચક્રવતિને અને દેવતાનો વચ્ચે ગણતાં ત્રીજો ભવ ગણવે.
પ્રશ્ન ૪૩-પન્નવણાજીના ૬ ઠ્ઠા પદમાં આઉખાના બંધ સંબંધી ૩ ભેદ પાડ્યા છે. તેમાં બે ભેદ નિરૂપકમીના અને એક ભેદ સોપકમીને. અહિંયાં સેપક્રમીના ભેદની જરૂર નથી. પણ નિરૂપકમીના બે ભેદ કહ્યા તેમાં દેવતા નારકી અને અસંખ્યાતા વર્ષના આઉખાવાળા મનુષ્ય તિર્ય– અને આઉખાના અંતે છ મહિના બકાત રહે ત્યારે પરભવના આખાને બંધ પડે તે એક ભેદ, અને બીજો ભેદ કહ્યો તેમાં કહ્યું કે-સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્ય તિર્યંચ આદિ દશ દંડકમાં નિરૂપકમી હોય તેને આઉખાના ત્રીજે ભાગે બંધ પડે. તે ચક્રવર્તિ, બળદેવ, વાસુદેવ વગેરે ઉત્તમ પુરૂષને આઉખાને બંધ કયારે પડે?
ઉત્તર--ઠાણાંગ સૂત્રના ૩ જે ઠાણે ચકવર્તિ, બળદેવ, વાસુદેવને યથા આયુ પાળતા કહ્યા છે. એટલે જેટલું આઉખું બાંધ્યું હોય તેટલું આઉખું પૂરું ભેગવે. એ અપેક્ષાએ ઠાણાંગ સૂત્રની ટીકાવાળાએ તથા ભગવતીજીના ૨૦ મા શતકની ટકાવાળાએ ઉત્તમ પુરૂષ અને ચરમ શરીરને નિરૂપમી કહ્યા છે. તે ઉપરથી એમ જણાય છે કે તેને આઉખાને ૩ જે ભાગેજ બંધ પડે.
પ્રશ્ન ૪૪-જે ઉત્તમ પુરૂષને આઉખાને ૩ જે ભાગે બંધ પડે તે અષભદેવ સ્વામીને જીવે પૂર્વ ભવે વાના ચક્રવર્તિએ સર્વાર્થસિદ્ધ વિમાનના આઉખાનો બંધ કયારે પાડે?
ઉત્તર-ઉપરોક્ત સૂત્રના ન્યાય પ્રમાણે તે અઉખાના ત્રીજે ભાગેજ બંધ પડે. કારણ તે સંખ્યાતા વર્ષને આઉખાવાળા છે માટે તેને પન્નવણું સૂત્રમાં ત્રીજે ભાગે બંધ પડે છે
પ્રશ્ન ૪પ-તે વાત બધી ખરી, પણ અહિંયા એક સવાલ ઉભે થાય છે કે વજીનાભ ચક્રવર્તિએ દીક્ષા કયારે લીધી અને સર્વાર્થસિદ્ધ વિમાનનું આઉખું કયારે બાંધ્યું ? આઉખાને બંધ તે ત્રીજે ભાગે પડે છે એટલે આઉખાના બે ભાગ ગયા પછી અને એક ભાગ બાકી રહે ત્યારે તેની સંધીમાં આવતા ભવના આઉખાને બંધ પાડે તે વખતે તે દીક્ષિત હતા કે સંસારમાં હતા ? અનુત્તર વિમાનને બંધ સંસારમાં રહ્યાં પડે કે કેમ? સૂત્રમાં તે ચેકનું કહ્યું છે-કે-નદેવની ગતિ નરકનીજ હેય. દીક્ષા લે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org