________________
૩ ૬૨ શ્રી પ્રત્રનેત્તર મિહનમાળા—ભાગ ૬ છું.
પ્રશ્ન ૩૪- વાસુદેવ નિયાણકડા હેવાથી તે નરકે જાય છે. તેમ ચક્રવર્તિ પણ નિયાણકડા હોવાથી નરકે જાય છે, તે બન્નેની આગતિમાં તફાવત કેમ પડ્યું કે વાસુદેવની આગતિમાં પાંચ અનુત્તર વિમાન વર્ષા છે અને ચકવતિને અનુત્તર વિમાન વન્યું નથી તેનું શું કારણ?
ઉત્તર-વાસુદેવ સર્વ નરકગામી હોય છે. સર્વ નિય શુકડા હોય છે, માટે અનુત્તર વિમાન વરજવા. તેમાંથી આવેલા નરકે ન જાય, માટે. અને ચક્રવર્તિ અનુત્તર વિમાનમાંથી આવેલ હોય તે નિદાનકૃત ન હોય અને નરકે પણ જાય નહિ. જે સર્વાર્થસિદ્ધમાંથી આવેલ હોય તે તેજ ભવે મક્ષ જાય, અને ચાર અનુત્તર વિમાનમાંથી આવેલ હોય તે મેક્ષ જાય અથવા દેવલોકમાં પણ જાય. શાબ ભગવતીજીની તથા ઠાણાંગજીની.
પ્રશ્ન ૩૫-પન્નવણા પદ ૨૦ મે આંતક્રિયા પદમાં વાસુદેવ તથા સેનાપતિ વગેરેની આગતિમાં અનુત્તર વિમાન વજ્ય છે તે સેનાપતિ મરીને નરકે કેમ ન જાય?
ઉત્તર–સેનાપતિ મરીને નરકેજ જાય એવો નિયમ નથી. ઠાણુંગજીના ૩ જે ઠાણે પેલા ઉદેશે સેનાપતિની ગતિ સર્વાર્થસિદ્ધની પણ કહી છે. આ ઉપરથી એમ થાય છે કે કામગના ઉત્કૃષ્ટા રસના નિયાણા વાળા તથા નિદાન વિનાના કામ ભેગથી નિવૃત્તિને નહિ પામેલા, કામ ભેગને વિષે આસક્તિમાં મરણ પામીને નરકે જાય એમ ઠાણાંગજી જણાવે છે.
પ્રશ્ન ક૬– કોઈ જીવ અનુત્તર વિમાનમાંથી ચવી અહિંયાં ચક્રવતિ છે અને તે દીક્ષા ન લે તો તેની કઈ ગતિ થાય? - ઉત્તર–અનુત્તર વિમાનમાંથી આવેલ નરકે ન જાય એમ પન્નવણા પદ ૧૫ મે ઉશે જે કહેલ છે. માટે અનુત્તર વિમાનમાંથી આવેલ ચક્રવર્તિ પદવી પામ્યા પછી અવશ્ય દીક્ષા લે. અને ધર્મદેવની ગતિ પ્રમાણે ગતિ કરે એકવાર અનુત્તર વિમાનમાં ગયેલ પ્રાણને નરક ગતિમાં જવાને બંધ પડતું નથી. એટલે પછી નિયમાં નરકમાં ન જાય એમ પન્નવણાના ૧૫માં પદમાં કહ્યું છે.
પ્રશ્ન ૩૭–એક જીવ ચક્રવર્તિની પદવી કેટલી વાર પામે ? ઉત્તર-જઘન્ય એકવાર; ઉત્કૃષ્ટ બે વાર પામે.
પ્રશ્ન ૩૮-એક વાર ચકવતિ પદવી પામ્યા પછી બીજીવાર તે પદવી પામતાં વચ્ચે આંતરૂં કેટલું પડે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org