________________
૩૬૦
:૬૦
શ્રી પ્રત્તર-મેહનમાળા-ભાગ ૬ .
ઉપરના અધિકાર ઉપરથી ચક્રવર્તિની દેવગતિ સિદ્ધ થાય છે, એટલે ચક્રવર્તિ ચક્રવર્તિપણામાં કાળ કરે તે નરકમાં જાય, અને ઉપરક્ત ગુણ સહિત પાંચ મહાવ્રત અંગીકાર કરે તે દેવતામાં સર્વાર્થસિદ્ધ વિમાન સુધી જાય.
અને ભગવતીજીના ૧૨ મા શતકના ૯ મા ઉદ્દેશામાં નરદેવની (ચક્રવર્તિના ) ગતિ સાત નરકનીજ કહી છે, અને દીક્ષા લે તે ધર્મ દેવામાં ભળે; અને ધર્મદેવની ગતિ વૈમાનિક દેવની તથા મેક્ષની કહી છે. તે ઉપરથી દેવતાની ગતિ પણ સાબિત થાય છે.
પ્રશ્ન ૨૯–ઉત્તરાધ્યયનના ૧૩ મા અધ્યયનની ૩૨ મી ગાથામાં બ્રહ્મદત્ત ચક્રીને ચિત્ત મુનિએ કહ્યું છે કે-“હે રાજન! કામ–ભેગ છાંડવાને તું અસમર્થ હોતે આર્યકર્મ (ઉત્તમ કાર્ય કર, ધર્મને વિષે દઢ રહીને સર્વ જીવ ઉપર અનુકમ્મા રાખ; તેમ કરવાથી આ મનુષ્ય દેહથી છુટયા પછી તું વૈકિય શરીરવાળે શક્તિવાન દેવતા થઈશ.” એ પ્રમાણે ૩૨ મી ગાથામાં કહ્યું છે. તે ચક્રવર્તિપણામાં મરીને દેવતા થાય એમ ચિત્ત મુનિનું બોલવું થયું તે તેમ બને ખરું? કારણ કે ભગવતીજી તે નરદેવની નરક ગતિ જ કહે છે, માટે આ બે વાકયમાં શું. સમજવું ?
ઉત્તર–અને વાક્ય સત્ય છે. ચિત્તમુનિનું વાક્ય વૃથા હેય નહિ. અને વા જ્ઞાની પુરૂષેના મુખમાંથી નીકળેલાં છે. પણ તેમાં રહસ્ય શું તે છે તે જાણવું જોઈએ.
પ્રશ્ન ૩૦–આ બન્ને વાયે અરસપરસ વિરૂદ્ધ છે. તે બન્ને વાક્ય સત્ય કેવી રીતે હોઈ શકે ? તથા તેમાં શું રહસ્ય છે તે જણાવશે?
ઉત્તર–નરદેવની ગતિ તે નરકનીજ હોય. પણ ચિત્તમુનિનું જે વાકય નીકળ્યું છે તેને હેતુ એ છે કે-જ્યારે બ્રહ્મદત્ત કહ્યું કે “હે ચિત્ત મુનિ! આ હું નિયાણાનું ફળ ભેગવું છું, તેથી ધર્મને રસ્તે જાણું છું, છતાં કામગને વિષે આસકત રહું છું. કાદવમાં ખુતેલે હાથી કાંઠ ભાળે છતાં જેમ નીકળી શકે નહિ; તેમ હું કામગમાં લુબ્ધ થયેલે સાધુ ધર્મ આદરી શકતું નથી.” આ વાક્ય ઉપરથી ચિત્ત મુનિએ જણાવ્યું “કે મરણ કાળ નજીક આવે કામગ છાંડવા પડે છે. પરંતુ અત્યારે તું કામગ છાંડવા અસમર્થ હો તે આર્યકર્મ કર અંગીકાર ધર્મને વિષે દઢ રહી પ્રાણી જીવ ઉપર અનુકંપા કર કે જેથી વૈક્રિય શરીરવાળો દેવતા થઈશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org