________________
૩૫૨
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળી–ભાગ ૬ ઢો.
શતકનાં ૪ ઉદ્દેશાની ટીકામાં બાબુવાળા છાપેલ પાને ૧૧૬૭ મે કહેલ છે અને પાંચમા શતકના ૭ મે ઉદેશે એક ગુણ કાળે જઘન્ય ૧ સમય કહ્યો અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ રહે એમ કહ્યું તે પણ કાળ આશ્રી તેજ રૂપે રહેવા આશ્રી કહ્યું છે પછી અવશ્ય બંધના વર્ણાદિકમાં મળી જાય છે પરમાણુઓની મૂળ દ્રવ્યની જે મૂળ પર્યાય છે તે જે કંઈ પાલટવી માને તે તેને પૂછીએ કે–તેની તમામ પર્યાય ખસી જાય તે તે પર્યાય કયાં ગઈ? અને એક ગુણ કાળ આદિ એક ગુણ ગધ, રસ, ફરસ ખસી જવાથી પરમાણુઓ કેવા સ્વરૂપે છે? તે જણાવશે? અને તેમ ન બને એમ કેઈ કહે તે કહેવું કે–તે પછી તેની પર્યાય કેવી રીતે પાલટે? ત્યારે કઈ એમ કહે કે–પરમાણુઓ બીજા ખંધમાં મળે ત્યારે વર્ણાદિક પર્યાય પાલટે, એક ગુણ કાળો તે જાવત્ અનંત ગુણ કાળે થાય. અનંત ગુણ કાળે ટળી એક ગુણ કાળે થાય. એટલે પરમાણુઆની પર્યાય બીજામાં મળી જાય અથવા બીજાના પર્યાય પરમાણુંઓમાં આવે. એમ કઈ બેલે તે કહેવું કેપન્નવણાનાં પર્યવ પદમાં એક ગુણ કાળા પરમાણુઓની સામે એક ગુણ કાળા પરમાણુ આની પૃચ્છામાં તુલ્ય કહ્યાં છે. અને શિવાયની પૃચ્છામાં છઠાણવાડી કહેલ છે. તેમ દ્વિદેશી બંધથી માંડી અનંત પ્રદેશ બંધની દરેક પુદ્ગલની પૃછામાં એક ગુણથી માંડી અનંત ગુણ સુધીના વર્ણ, ગંધ રસ, પર્શની પૃછામાં સરખાપણે તુલ્ય હોય, અને વિપયાયે છઠાણવાડી કહેલ છે. એ ઉપરથી મૂળ દ્રવ્યને પરમાણુઓ અને તેની મૂળ પર્યાય તે શાશ્વતીજ હોય તે કેવી રીતે પાલટે? પરમાણુઓ વસ્તુ શું છે ? ને વર્ણાદિ વસ્તુ શું છે? તે પણ જાણવું જોઈએ. વર્ણાદિ વિનાને પરમાણુઓ કદિ હોઈ શકે ખરે ? અને પરમાણુઓ વિના વર્ણાદિ હેય ખરા ? જે પરમાણુઆંથી વર્ણ, ગંધ, રસ, સપર્શ ખસી જાય તે પછી પરમાણુઓ કેવા સ્વરૂપે રહ્યો ? પરમાણુઆમાંથી ખસેલાં વર્ણાદિક બીજા દ્રવ્યોમાં ન ભળે ત્યાં સુધી તે કોના આધારે રહ્યા ? આટલે વિચારે લક્ષમાં રાખી, પરમાણુઓનું સ્વરૂપ સમજીને સમજુતીપૂર્વક વિચાર કરવામાં આવશે તે તરત તે સમજી શકશે કે પરમાગુઆની મૂળ પર્યાય પાલટે નહી.
પ્રશ્ન ૧૭–કેટલાક કહે છે કે પરમાણુઓ તે શાશ્વતેજ હોય, પણ તેની પર્યાય શાશ્વતી સમજાતી નથી, પયયની સ્થિતિ જધન્ય ૧ સમયની ઉત્કૃષ્ટી અસંખ્યાતા કાળની કહી છે. તે છેવટે અસંખ્યાતા કાળે તે અવશ્ય તેની પર્યાય બની જાય અથત પાલટેજ પર્યાયને એક બીજી પર્યાયમાં પ્રમવાને મળી જવાને સ્વભાવ છે માટે એક બીજામાં મળી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org