________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૬ છે.
૩૫૧
નહિ, પણ જે પિતાની મૂળ પર્યાય હોય તેજ લઈને નીકળે. તે ન્યાયે પરમાણુઓનું પણ સમજવું પરમાણુઓ બીજામાં મળે ત્યારે પિતાની પર્યાયને લઈને દ્રવ્યોથે શાશ્વત અને પર પર્યાયને લઈને પર્યાયાર્થે અશાશ્વ તે કહ્યો. આપણી પર્યાયની અપેક્ષાએ આત્મા કહ્યો છે, અને પરપર્યાયની અપેક્ષાએ આત્મા ન કહ્યો. એ ન્યાય સત્ય છે.
પ્રશ્ન ૧૬–કેટલાક એમ કહે છે કે પરમાણુ પુદ્ગળ એક ગુણ કાળે હેય તે દ્વિગુણુ કાળે થાય જાવત્ અનંત ગુણ કાળ પણ થાય. અને અનંત ગુણ કાળે હોય તે અસંખ્ય ગુણ કે સંખ્યાત ગુણ જાવત્ એક ગુણ કાળ પણ થાય. તેમ એક ગુણ કાળાથી અનંત ગુણ કાળા સુધીની સ્થિતિ જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટી અસંખ્યાતા કાળની ભગવતીજી શતક પગે ઉદ્દેશે ઉમે કહી છે. તે ઉપરથી વર્ણાદિ પર્યાયનું પલટવું સિદ્ધ થાય છે ને ભગવતીજીના ૧૪માં શતકમાં ૪થા ઉદેશે પણ એજ કહ્યું છે કે પરમાણુ પુગળ દ્રવ્યથી શાશ્વત, અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શન પર્યવે અશાશ્વત, માટે તેની પર્યાય પલટવી જોઈએ.
ઉત્તર–આ બાબતમાં બે મત પડે છે. એક પક્ષવાળા પરમાણુ એથી પય પાલટવી કહે છે, ત્યારે બીજો પક્ષ કહે છે કે મૂળ પર્યાય પાલટે નહિ, આ બંને પક્ષનો વિચાર કરતાં સૂત્રના ન્યાયે બીજો પક્ષ બળવાન જણ છે. પ્રથમનું લખાણ પણ બીજા પક્ષને બળવાન કરનારું છે. પ્રથમ પક્ષવાળાનું જે કહેવું છે તે એથીક કહેવું છે, કે ભગવતીજીના ૧૪ મા શતકને ચેથા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે પરમાણુ એ દ્રવ્યથી શાશ્વત અને વર્ણાદિક પર્યવે કરી અશાશ્વતે તેમજ પાંચમે શતકે ઉદેશે સાતમે કહ્યા પ્રમાણે એક ગુણ કાળે જઘન્ય એક સમય રહે ઉત્કૃષ્ટ અસંખ્યાતે કાળ રહે, એમ જાવત્ અનંત ગુણ કાળા સુધીનું કહ્યું. એટલે એક ગુણ કાળો પરમાણુઓ ઘણામાં ઘણું અસંખ્યાતે કાળ રહી પછી દ્વિગુણ કાળો કે જાવતું અનંત ગુણકાળો થાય. એમ પહેલા પક્ષનું બોલવું થતાં સામે બીજો પક્ષ ઉત્તર આપે છે કે –
પરમાણુપુદ્ગલ પરમાણુપણે તે શાશ્વત છે. એટલે એક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ, એક રસ, બે ફરસ, (કાં સ્નિગ્ધ હોય કે કાં રૂક્ષ હોય બેમાંથી એક હોય. કાં શીત કે કાં ઉષ્ણ એ બેમાંથી એક હોય. એટલે સ્પર્શ છે.) હવે જે વર્ણાદિકનો મૂળ પરમાણુઓ હોય તેજ દ્રવ્ય થકી શાશ્વત સદાકાળ તેજ રૂપે રહે અને બીજા વર્ણાદિકમાં એટલે સ્કંધમાં ભળે ત્યારે તેની પર્યાય પાલટે તે આશ્રી અશાશ્વતે કહ્યો છે, એમ ૧૪ માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org