________________
૩૪૮
શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા--ભાગ ડ્રો.
તુલ્ય અને ગંધ, રસ, સ્પર્શ આથી છઠાણવાડી કહ્યો છે. એટલે સવણે સુવર્ણવાળાને સરખે વણે તુલ્ય, અન્યત્ર વર્ણ સાથે છઠાણવાડી કહ્યો છે. એમ ઢિપ્રદેશી વગેરે ભાંગાનો વિચાર કરતાં મૂળ દ્રવ્યની પર્યાય પાલટી નથી. પણ બીજા દ્રવ્ય સાથે મળી જવાથી વિજાતીની અપેક્ષાએ પર્યાયનું પાલટવું થાય છે, પણ જે દ્રવ્ય (જે પરમાણુઓ) બીજા દ્રવ્ય સાથે મળેલ તે જુદો પડે ત્યારે જે તેની મૂળ પર્યાય હતી તે પર્યાય સહિતજ જુદો પડે, તેમાં ફેરફાર થાય નહિ.
પ્રશ્ન ૧૪–પુગલ સંબંધી દ્રવ્ય, ગુણ, ને પર્યાય કોને કહેછો?
ઉત્તર–અહિંયાં પુદ્ગલ સંબંધીની પૃચ્છા છે, માટે એક પરમાણુથી માંડી અનંત પ્રદેશી બંધને પુદ્ગલ કહીને બોલાવ્યા છે. તેને દ્રવ્ય, ગુણ ને પર્યાય ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનમાં નીચે પ્રમાણે કહેલ છે.
गुणाणं आसओ दव्वं, एग दव्वऽसिया गुणा;
लक्खणं पज्जवाणं तु, उभओ अस्सियाभवे. ६ અર્થ—વર્ણાદિક (વર્ણ, ગંધ, રસ, સ્પર્ધાદિકને ) આશ્રય તે દ્રવ્ય, એકેક દ્રવ્યને વિષે અનેક વદિ ગુણ હેય, અને ત્રીજો બેલ જે પર્યવ તેનું લક્ષણ જે જુના પર્યવ તથા નવા પર્યવ એ. (૨) પર્યવ તે, અથવા ગુણ અને પર્યવ એ બે, દ્રવ્યને આશ્રી હોય. અથવા પર્યવ જે તે દ્રવ્ય અને ગુણને આછી હોય.
ગત વ્યારા, આડમી ગાથામાં પુલના અનંતા દ્રવ્ય કહ્યા છે—હવે પુદ્ગલનું લક્ષણ કહે છે.
सहंऽधयार उज्जोय, पहा छाया तवेइया :
बन्न गंध रम फासा, पोग्गलाणं तु लक्खणं. १२ અર્થ– શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાંયા, આતપ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ. એ સર્વ પુગલનું લક્ષણ છે. અર્થાત એ લક્ષણે પુદગલ જાણીએ
હવે તે પૂગલની પર્યાય ઓળખવે છે. –
एगत्तंच पुहत्तं च, सक्खा संठाण मेव य;
संजोगाय विभागाय, पज्जवाणं तु लक्खणं. १३ અર્થ—ઉપર કહ્યા જે પુદગલ તેનું એકઠું મળવું, એકઠા મળેલાને જુદા જુદા થવું પરમાણુઆમાંથી સંખ્યામાં જવું, એટલે ક્રિપ્રદેશ ત્રિપ્રદેશી એમ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશી ખંધ તે સંખ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org