________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૬ ઠ્ઠો.
३४७
વર્ણ, ગંધ, રસ ને સ્પર્શના પર્ય કરી અશાશ્વતે કહ્યો છે. તે એ અપેક્ષાએ પરમાણુઓની પર્યાય જે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ કરે છે પાલટે છે. એટલે એક ગુણ કાળાદિ પરમાણુઓ હતું તે અનંત ગુણ કાળાદિ થાય અને અનંત ગુણ કાળે હવે તે એક ગુણ કાલાદિ થાય. માટે પર્યાયનું પાલટવાપણું થાય છે. તે શું તે પરમાણુપુદ્ગલના મૂળ દ્રવ્યના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પાલટે ખરા ? એક ટળી બીજા થાય ખરા?
ઉત્તર–જે એમ થાય તો પરમાણુઓનું પરમાણુઓ પણું ટળી જાય. પરમાણુએ કાંઈ વસ્તુ કે પદાર્થ નથી. વર્ણ, ગંધ, રસ, સ્પર્શરૂપ પુદગલને જે બારીકમાં બારીક પિંડ તેનું નામ પરમાણુઓ છે. એજ દ્રવ્ય છે એટલે એજ વર્ણાદિ વસ્તુને જ દ્રવ્ય છે.
એ દ્રવ્ય તે શાશ્વત છે. તેમાં કોઈ ફેરફાર હાનિ વૃદ્ધિ કે વધઘટ થાય નહિ. પણ તે પરમાણુઓ જ્યારે બંધમાં મળી જાય ત્યારે સામા દ્રવ્યની પર્યાયની અધિકતાને લઈને પરમાણુઆની પર્યાય ગણતામાં ગણાવાથી તેની પર્યાય પાલટી કહેવાય. ખંધમાં મળી જવાથી જેમ અત્યારે તે પરમાણુઓ નથી, તેમ તેની પર્યાય નથી. પણ જ્ઞાની પુરૂષે તે મૂળ વર્ણાદિક દ્રવ્યને જે પરમાણુઓ છે તે તે દ્રવ્યથી શાશ્વતે જ કહ્યો છે, પણ બીજામાં મળી જવાથી તેની પર્યાય બદલાઈ ગઈ, તેનું સ્વરૂપ બદલાઈ ગયું માટે અશાશ્વત કહ્યો. દાખલા તરીકે જીવ દ્રવ્ય તે શાશ્વત છે. અને તેની મૂળ પર્યાય અસંખ્યાતા પ્રદેશ સહિત જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ભગવતીજીમાં કહી છે, પણ તે જ્યારે ગત્યંતરની પર્યાયમાં મળી જાય છે ત્યારે તે જીવ તે રૂપને જ ગણાય છે. નારકીમાં જાય તે નારકીને જીવ ગણાય છે, નિગેદમાં જાય તે નિગોદનો જીવ ગણાય છે. અજ્ઞાનતાનાં પર્ય મળવાથી– અજ્ઞાનતાને લઈને અજ્ઞાની કહેવાય છે, મિથ્યાષ્ટિને લઈને મિથ્યાત્વા કહેવાય છે. એટલે ગત્યંતરની ઋદ્ધિના પર્યાયની અધિકતાને લઈને જીવના મૂળ પર્યાય ગૌણતામાં રહ્યા હિસાબમાં ગણાતા નથી તે. જીવ જ્યારે તે તે ગતિથી જુદો પડી પોતાના મૂળ સ્વરૂપમાં આવે છે ત્યારે જે તેની મૂળ પર્યાય હોય તે જ પર્યાયરૂપ તે જીવ ગણાય છે. એ જ ન્યાયે પરમાણુઓનું પણ જાણવું. જેમ જીવ દ્રવ્ય શાશ્વત છે તેમ પરમાણુઓ પણ શાસે છે. જીવન મૂળ પર્યાય જેમ શાશ્વતા છે તેમ પરમાણુઓના મૂળ પર્યાય પણ શાશ્વતા છે
પન્નવણાના પાંચમાં પર્યવપદમાં કહ્યું છે કે-પરમાણુપુદ્ગલ એક ગુણ કાળાની સામે એક ગુણ કાળાની પૃચ્છા કરતાં દ્રય થકી તુલ્ય, વર્ણ થકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org