________________
૩૪૬ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૬ હો.
તેવી રીતે એકેક વર્ણની સાથે એકેક ગુણ ગંધ, રસ ને સ્પર્શ સહિત પરમાણુઓ જાણવા. એમ ચડતાં દ્વિગુણ, ત્રિગુણાથી માંડી જાવત્ સંખ્યાતગુણા, અસંખ્યાતગુણ ને અનંતગુણ, ગંધ, રસ સ્પર્શ પણ જાણવા. એક એક ગુણ કાળાની સાથે દ્વિગુણ, ગંધ, રસ ને સ્પર્શન. ગણતાં તેમજ દરેક વર્ણાદિકના ગુણાધિકે દરેક ગંધાદિકના ગુણાધિકની અધિકતાના ભાંગા મેળવંતા અનંતા ભાંગા થાય એવા એકેક પરમાણુ, અનંત અનંત ભેટવાળા અનંતા અનંતા પરમાણુ આ લેકમાં રહ્યા છે.
પરમાણુપુદ્ગલ જે કહેવામાં આવે છે તે કાંઈ બીજી વસ્તુ નથી. માત્ર વર્ણ, ગંધ, રસ અને સ્પર્શને મળેલે શાશ્વત બારીકમાં બારીક મળેલા પુદ્ગલના પિંડને પરમાણુપુદગલ કહેવામાં આવે છે. જે જે પ્રકારના પરમાણુઓ હોય છે. તે અનાદિ સિદ્ધ છે. પોતપોતાના સ્વરૂપમાં નિત્ય છે, શાશ્વતા છે, ધ્રુવપદે ત્રણે કાળમાં એકજ સ્વરૂપે અખંડ રહેવાવાળા છે, તેને બીજો ભેદ થતું નથી અને તે અપ્રદેશના નામે ઓળખાય છે.
આ સિવાયના દ્રિપ્રદેશી બંધ, વિપ્રદેશી ખંધ, એમ ચડતા કે જાવત્ સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશ અને અનંત પ્રદેશી બંધ પણ અનંતા છે, એટલે બે પરમાણુઆના જોટાથી માંડીને જાવત્ અનંત પરમાણમાં મળેલા એવા પણ ધ્રુવપદે રહેલી શાશ્વતા અનંતા બંધ છે.
અનંત પદમણુઓ મળીને જે અંધ બનેલું છે તે સૂક્ષ્મ અન ત પ્રદેશી બંધ કહેવામાં આવે છે, તે પણ આપણી દૃષ્ટિવડે દેખી શકાય નહિ. સૂક્ષ્મ અનંત પ્રદેશ બંધ અનંતા ભેગા થાય ત્યારે એક બાદર પ્રદેશી બંધ થાય. એવા અનંત બાદરપ્રદેશી બંધ ભેગા થાય ત્યારે બાદર અનંત પ્રદેશી બંધ કહેવામાં આવે. તેનું સ્વરૂપ માંકણ ચાંદરડાંની જે ઉડતાં રજકણે આપણા જોવામાં આવે છે, તેમાં બારીકમાં બારીક રજકણને બાદર અનંત પ્રદેશ બંધની શાસ્ત્રમાં ગણના કરી છે. જેમ જેમ બાદર અનંત પ્રદેશના બંધ મળતા જાય તેમ તેમ સ્થૂલતાનું સ્વરૂપ પ્રદર્શિત થતું જાય. આ પ્રમાણે પુલોની ઘટના રહી છે.
તેમાં સારાંશ એ સમજવાને છે કે-જે જે પરમાણુઓ જે જે બંધમાં ભળે ત્યારે તે તે બંધનાથી સ્વરૂપને ગણાય. અને જ્યારે બંધથી જુદો પડે ત્યારે જે પોતાના મૂળ સ્વરૂપનો હતો તે જ નિકળે, તેમાં કાંઈ ફેરફાર થાય નહિ
પ્રશ્ન ૧૩––અહિંયાં કેટલાકનું એમ માનવું છે કે–ભગવતીજી શતક - ૧૪ મે ઉદ્દેશે ૪ થે કહ્યું છે કે–પરમાણુ પુદ્ગલ દ્રવ્યથી શાવતે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org