________________
શ્રી પ્રશ્નોત્તર મહિનમાળા–ભાગ છે. ૪૫ પ્રશ્ન ૮-પરમાણુ અને પુદ્ગળ આ બન્નેનો એકજ અર્થ છે કે બે વસ્તુ જુદી છે?
ઉત્તર-આ બનેનો એકજ અર્થ છે એટલે તે એકજ નામથી ઓળખાય છે. તેને સૂત્રમાં પરમાણુ પુદગળના નામથી જ લાવેલ છે.
પ્રશ્ન ૯-એવાં ઝીણામાં ઝીણાં પુદ્ગળ ક્યાં કે જે પરમાણુ પુદુગળના નામથી ઓળખાય છે?
ઉત્તર-વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. આ ચારે પુગળ છે તે બારીકમાં બારીક હેવાથી પરમાણુના નામે ઓળખાય છે.
પ્રશ્ન ૧૦-વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તે તે આપણે નજરે કઈ શકીએ છીએ યા જાણી શકીએ છીએ તેને બારીક કેવી રીતે ગણવા?
ઉત્તર-જે આપણે દેખીએ છીએ તે પરમાણુ નહીં, પણ તે તે અનંત પ્રદેશી બંધ છે, એટલે અનંત ને અનંતગુણા કરીએ તેટલા પરમાણુ એકઠા મળી વર્ણાદિપણે બનેલા જે બંધ, તે બંધ આપણું જોવામાં આવે છે તેનું નામ બંધ કહેવાય છે, તેના પણ અનેક ભેદ હોય છે. પ્રશ્ન ૧૧–તે ભેદ કેવી રીતના હોય છે અને પરમાણુપુદ્ગલનું સ્વરૂપ પણ કેવું હોય છે તે પણ જણાવશો?
ઉત્તર પાંચ વર્ણમાંનો એક વર્ણ, બે ગંધમાંને એક ગંધ, પાંચ રસમાં એક રસ અને આઠ સ્પર્શમાંના બે સ્પર્શ. એટલે એક વર્ણ એક ગંધ, એક રસ અને બે સ્પર્શ તે પણ બારીકમાં બારીક, ઝીણામાં ઝીણા સૂક્ષ્મમાં સૂક્ષ્મ. એ પાંચેનું એકત્વપણું મળીને જે બનેલે પદાર્થ તેને સૂત્રમાં અનંત જ્ઞાનીએ પરમાણુયુગલને નામે ઓળખાવેલ છે. તે છદ્મસ્થના જેવામાં આવે નહિ. અનંતજ્ઞાનીના પ્રકાશેલા જ્ઞાનથી જાણી શકાય, પણ દેખી શકાય નહિ. એવા પરમાણુઓના પણ અનંત ભેદ છે.
પ્રશ્ન ૧૨-વળી પરમાણુઆના અનંત ભેદ કેવી રીતે છે તે તે જણાવે ?
ઉત્તર–એકેક પરમાણુ એક ગુણ કાળ, એક ગુણ નીલે, એક ગુણ પીળે, એક ગુણ રહે અને એક ગુણ ધોળે એમ એકેક વર્ણવાળા એવા અનંત પરમાણુ છે. એમ દ્વિગુણ કાળા આદિ જુદા જુદા વર્ણને એટલે પાંચે વર્ણના જુદા જુદા અનંતા પરમાણુઓ છે. એમ એકેક ગુણે ચડતા સંખ્યાત ગુણ, અસંખ્યાત ગુણ અને અનંત ગુણ કાળા આદિ પાંચ વર્ષના જુદા જુદા અનંતા અનંતા પરમાણુઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org