________________
શ્રી પ્રભનેત્તર મેહનમાળા.
ભાગ ૬ છે.
ર000000000 પ્રશ્ન ૧--પુદ્ગલ કેટલા પ્રકારનાં ? ઉત્તર-પુદ્ગલ ત્રણ પ્રકારનાં. પ્રશ્ન ૨–ત્રણ પ્રકાર કયા કયા ? ઉત્તર--પ્રગસા, મિસસા, ને વિસસા. પ્રશ્ન ૩–-પ્રયોગસા એટલે ?
ઉત્તર–-વે પ્રયાગવડે કરીને એટલે પ્રક ગ વડે કરીને જે પુદ્ગલોને ગ્રહણ કર્યા તે પુદ્ગલ પ્રગસા કહેવાય.
પ્રશ્ન -- મિસસ એટલે શું ?
ઉત્તર––જે પુદ્ગલ જીવે મૂકેલાં તેમાં બીજાં પુદગલો ભળે એટલે તે પુદ્ગલે મિસા કહેવાણાં.
પ્રશ્ન --વિસસા પુદ્ગલ કેને કહેવાં?
ઉત્તર–જે પુદગલો એક પરમાણુથી માંડીને અનંત પ્રદેશ બંધ, ઉપલા બે જાતના પુદ્ગલોથી અલાયદાજ એટલે નથી પ્રગસામાં કે નથી મિસસામાં એવા પુદગલે છુટાં હોય કે જથાબંધ હોય તે વિસસા પુદ્ગલ કહેવાય.
જે ગ્રહ્યા તે પ્રયોગસા, મુક્યા મિસસ જાણ; સ્વભાવે મળે તે વિસસા, ભાખ ગયા ભગવાન. ૧ પ્રશ્ન –પરમાણુ એટલે શું ?
ઉત્તર--પરમ નામ ઉત્કૃષ્ટામાં ઉત્કૃધ્યું, અણુ નામ ઝીણું બારીક બહુજ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અર્થાત્ એકના બે ભાગ ન થાય એવું ઝીણુમાં ઝીણું તેને પરમાણુ કહેવામાં આવે છે.
પ્રશ્ન છ–પુદ્ગલ એટલે શું ?
ઉત્તર–પુદું નામ પુરાવું, અને ગળ નામ ગવુળ, વિખરાવું એટલે મળવું અને જુદું પડવું એનું નામ પુદુગળ કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org