________________
૩૩૮
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા-ભાગ ૫ મો.
આને પરમાર્થ એ છે કે આત્માના ૮ રૂચક પ્રદેશ જઘન્ય ૧-૨ ૩-૪-પ-૬ અને ઉત્કૃષ્ટ ૮ આકાશ પ્રદેશ ઉપર અવગાહીને રહે પણ સાત આકાશ પ્રદેશ અવગાહને તે ઉપર રહે નહિ, એ સદ્ભાવ છે.
પ્રશ્ન ૯૫–જીવના ૮ રૂચક પ્રદેશ કહ્યા છે તે પ્રમાણે બીજા કોઈ દ્રવ્યના છે કે એકલા જીવને જ માટે કહ્યા છે ?
ઉત્તર–ઠાણાંગ ઠાણે ૮ મે ધમસ્તિકાય ૧, અધર્માસ્તિકાય ૨, આકાશાસ્તિકાય ૩ અને જીવ ૪. એ ચારેના આઠ આઠ મધ્ય પ્રદેશ કહ્યા છે.
પ્રશ્ન ૯૬ –જીવના આઠ પ્રદેશ. ૪ ઉપર ને ૪ હેઠે. ત્રણ ત્રણને જેટે રહ્યા છે તે પ્રમાણે ધમસ્તિકાયાદિકના આઠ મધ્યમ પ્રદેશ છે કે બીજી રીતે ?
ઉત્તર–જીવની પેઠે હોવાને સંભવ નથી. પણ ૪ ઉપર ને ૪ હેઠે એવા ૮ પ્રદેશ હોવા જોઈએ કારણ કે બે બે પ્રદેશની શ્રેણી પૂર્વ, પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ એમ ચારે દિશાએ ચાલી છે અને વિદિશામાં એક એક પ્રદેશની શ્રેણી કહી છે. એ ઉપરથી જીવની પેઠે ત્રણ ત્રણને જેટે ૮ રૂચક પ્રદેશ જણાતા નથી.
પ્રશ્ન ૯૭–સમુદ્દઘાત એટલે શું ?
ઉત્તર–સમુદુધાત એટલે સમ-ઉદ્-ઘાત એ પદ છેદ થાય. સેમએટલે આત્મપ્રદેશની સાથે જે જે કર્મ પુદ્ગલનાં દળ એક એક પણે ખીર નીરની પેઠે એક રૂપે મળીને રહ્યા છે તે, તેને ઉર્દુ એટલે ઉદીરણા કરી ઉદયાળીમાં લાવી, તેને ઘાત એટલે ભેગવી દૂર કરે, નાશ કરે, ઘાત કરે તે સમુહુઘાત કહેવાય. જેમકે વેદનીય સમુદુઘાત તે આત્મપ્રદેશની સાથે પૂર્વ કૃત વેદનીય કર્મન દળ અમુક સ્થિતિના બંધ રહેલા છે હજી ઉદયમાં આવ્યાં નથી તેની ઉદીરણા કરીને વેદનીય કર્મને ઉદયમાં લાવે, આવેલી વેદના તીવ્રપણે ભગવે તે વખતે આત્મપ્રદેશ અને વેદનીય કર્મનાં પુદ્ગલ સન–એકમેકપણે હતાં તેની ઉદ્દભવના થાય-ચળવિચળ થાય તે વખતે આખા શરીર પ્રમાણે તીવ્ર વેદનીય જે ભેગવા અને તેથી જે કર્મ પુદ્ગલને નાશ થાય તેનું નામ વેદનીય સમુદ્ધાત કહેવાય.
અને મરણાંતિક સમુદ્ધઘાત તે મરણને અંતે આઉખું અંતમૂહૂર્ત રહે. આત્મપ્રદેશ બહાર નીકળી જે ગતિમાં ઉત્પન્ન થવું હોય તે ગતિ સુધી જઈ આવે તેનું નામ મારણાંતિક સમુઘાત કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org